જામનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણાદાયી મુલાકાત: સંગઠન અને ગૌસેવાના કાર્યોની સમીક્ષા કરાઈ

ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરેશભાઈ વસરાના નિવાસસ્થાન “ચિત્રકૂટ” ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ અને હિતેન્દ્રસિંહજીની ગરિમામય ઉપસ્થિતિમાં એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે જામનગર જિલ્લા અને શહેરના જનસંઘી વડીલો તેમજ પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે સંગઠન મજબૂતીકરણ, લોકસેવા અને રાષ્ટ્રનિર્માણના વિવિધ વિષયો પર સઘન અને આત્મીય સંવાદ થયો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખને પુસ્તકો અર્પણ કરી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનની પરંપરા મુજબ ભાવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મુલાકાત અંતર્ગત પ્રમુખે ગૌસેવા માટે કાર્યરત હરતા-ફરતા પશુ દવાખાના (મોબાઈલ વેટરનરી વાન)નું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જીવદયાના આ ભગીરથ સેવાયજ્ઞને બિરદાવી ઉપસ્થિત કાર્યકરોને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રદેશ પ્રમુખનું આ પ્રેરણાદાયી માર્ગદર્શન અને આશીર્વાદ જામનગર ભાજપના તમામ કાર્યકર્તાઓમાં લોકસેવા માટે નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરનાર સાબિત થશે.