મોંઘવારીના માર વચ્ચે મરી અને મસાલાની કિંમતમાં વધારો થયો છે. જેથી રસોઈનો સ્વાદ ફિક્કો પડ્યો છે. મસાલાના વધેલા ભાવના કારણે જામનગરમાં મસાલાના વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે.ગૃહિણીની રસોઈ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે રસોઈમાં મરી-મસાલાનું સંયોજન હોય પરંતુ, આ વખતે મસાલાને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યુ છે. છેલ્લા એક વર્ષમાં મસાલાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય રીતે લોકો આખા વર્ષના મસાલા એકસાથે ભરતા હોય છે. આ મસાલામાં મરચું, હળદર, ધાણા અને જીરુંનો સમાવેશ થાય છે. જે પરિવાર વર્ષે દસ કિલો મસાલાની ખરીદી કરે છે. તે પરિવાર હવે છથી આઠ કિલો મસાલા ખરીદી રહ્યા છે.

મોંઘવારીના કારણે કાશ્મીરી મરચાની કિંમતમાં વધારો થયો છે. કાશ્મીરી મરચાની કિમતમાં આશરે 100 રૂપિયાનો વધારો થયો છે. જેથી કાશ્મીરી મરચું ૫૦૦થી ૫૫૦ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યુ છે. સ્થાનિક મરચી હાલ ૨૮૦થી ૩૨૦ રૂપિયામાં મળે છે. જે ગયા વર્ષે ૨૪૦થી ૨૭૦ રૂપિયામાં મળતી હતી. તેજા મરચી- અને ગોંડલ રેશમ પટ્ટો મરચી ૨૮૦થી ૩૨૦ રૂપિયામાં મળી રહી છે. જે ગત વર્ષે ૨૦૦થી ૨૪૦ ભાવે મળતું હતું. જયારે હળદરનો ભાવ ૨૨૦ રૂપિયા બોલાઈ રહ્યો છે. જે ગત વર્ષે ૧૬૦થી ૧૮૦ ભાવે મળતી હતી…તો જીરુંનો તડકો પણ મોંઘો થયો છે. રાજ્યમાં માવઠાના મારનાં કારણે મસાલાની જણસીમાં ઓટ આવી છે. જેથી મસાલાના ભાવમાં વધારો થયો છે. વધેલા ભાવના કારણે મસાલા બજારને મંદીનું ગ્રહણ લાગ્યુ છે.

મોંઘા મસાલા
મસાલામાં મરચું, હળદર, ધાણા અને જીરુંનો સમાવેશ
કાશ્મીરી મરચું ૫૦૦થી ૫૫૦ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યુ છે.
સ્થાનિક મરચી હાલ ૨૮૦થી ૩૨૦ રૂપિયામાં મળે છે.
સ્થાનિક મરચી ગયા વર્ષે ૨૪૦થી ૨૭૦ રૂપિયામાં મળતી હતી.
તેજા મરચી- અને ગોંડલ રેશમ પટ્ટો મરચી ૨૮૦ થી ૩૨૦ રૂપિયામાં મળી રહી છે.
ગાેંડલ રેશમ પટ્ટો મરચી ગત વર્ષે ૨૦૦થી ૨૪૦ના ભાવે મળતું હતુ.
હળદરની કિંમત ૨૨૦ રૂપિયા થઇ.
ગત વર્ષે હળદરનો ભાવ ૧૬૦થી ૧૮૦ રૂપિયા હતો.
જીરુંનો તડકો પણ મોંઘો થયો છે.
