3 મહિના સુધી ભાવ ચુંટણીના કારણે સ્થિર રહ્યા બાદ હવે સરકારે ઓઈલ માર્કેટિંગ કમ્પનીઓને ભાવ ક્રુડ ઓઈલના ઉંચા ભાવ સામે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવા છુટ આપી હોય એવું લાગે છે. મંગળવાર વહેલી સવારે 6 વાગ્યાથી અમલમાં આવે એવા પહેલા વધારા પછી બીજા દિવસે પણ પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાના વધારાની જાહેરાત થઈ છે. આ વધારો બુધવાર સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે.

ગતરોજ પણ થયો હતો વધારો
સરકારી ઓઈલ કંપનીઓએ પ્રતિ લિટરે પેટ્રોલના ભાવમાં આજે ૭૯ પૈસાનો અને ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો ઝીંક્યો હતો. 138 દિવસ સુધી ભાવ પેટ્રોલના સરેરાશ રૂ. 96 અને ડીઝલના રૂ. 89એ સ્થિર રહ્યા બાદ સાડાચાર માસ પછી ભાવ વધારો ઝીંકાયો હતો.
LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો
મોંઘવારીના માર વચ્ચે ફરી એક વખત મધ્યમ પરિવારની કમર તૂટે તેવો ભાવવધારો ઝીંકાયો છે. ખાસ કરીને ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.જેનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યુ છે. રાંધણગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગયો છે. નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ લાંબા સમય બાદ એકવાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરાયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે.