જામનગર શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે શહેર તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને શહેર- જિલ્લાની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવા અને જરૂરી સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.