દ્વારકામાં શિવરાજપુર બીચ પર થયો અકસ્માત, પેરાગ્લાઈડીંગ કરતો યુવક હવામાંથી નીચે પટકાયો, જુઓ વીડિયો

Accident occurred at Shivrajpur beach in Dwarka, paragliding youth fell from the air, watch video

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગોમતી ઘાટ, બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ પર ચાલતી સ્કુબા, બોટ અને પેરેગ્લાઇડિંગ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં યાત્રિકોના જીવને મોટું જોખમ છે. શિવરાજપુર પર અનેક યાત્રિકો લાઈફજેકેટ વગર બોટરાઇડ અને પેરેગ્લાઇડિંગ, સ્કુબાનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડ્યા.

દરમિયાન આજે શિવરાજપુર બીચમાં પેરાગ્લાઈડીંગ કરતા યાત્રિકનો અક્સ્માત થયો છે. પેરાગ્લાઈડીંગ કરતો યુવક હવામાંથી નીચે પટકાયો છે.

શિવરાજપુર બીચ પર આવી રીતે ગેરકાયદે ચાલતી સ્પોર્ટ્સ પ્રવૃત્તિમાં ગમે ત્યારે મોટી ઘટના ઘટે તેવી સ્થિતિ છે, પણ દ્વારકાનું પ્રશાસન આંખ આડા કાન કરીને બેઠું છે. જુઓ શિવરાજપુર બીચ પરનો અકસ્માતનો આ વીડિયો –