જામનગરની જીજી હોસ્પિટલ વિવાદોમાં સંકળાયેલી રહેતી હોય છે ત્યારે ફરી એક વખત એક તબીબ અને લેબ ટેકનીશીયન વચ્ચે ઝપાઝપીના વિડીયોને લઈને ફરી ચર્ચાના ચકડોળે ચડી છે.

જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં એક તબીબ અને લેબ ટેક્નિશિયન વચ્ચે કોઈ બાબતે તકરાર થતા ઝપાઝપી થઈ હતી. મંગળવારે સાંજના સમયમાં જામનગર જીજી હોસ્પિટલના તબીબ ડોક્ટર કુંજ દ્વારા ત્યાં લેબોરેટરીમાં કોઈ રિપોર્ટ લેવા પહોંચ્યા હોય ત્યારે ઉતાવળથી રિપોર્ટ માંગતા લેબ ટેકનિશિયને કહ્યું કે રિપોર્ટ હું આપને હમણાં આપું છું થોડી રાહ જુઓ , પરંતુ ફરિયાદીના જણાવ્યા અનુસાર ડોક્ટર દ્વારા રાહ ન જોતા લેબ ટેકનિશિયન સાથે ભર્યું વર્તન અને ઝપાઝપી કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા જ્યારે વિડીયો ઉતારવામાં આવ્યો ત્યારે તબિયત દ્વારા લેબ ટેકનિશિયનને વિડીયો ઉતારતા રોકવાનો અને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલો ત્યારે સુપ્રિટેન્ડેન્ટ મથકે પહોંચ્યો ત્યારે જીજી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન ને કોઈ સંતોષકારક જવાબ ન આપતા લેબ ટેક્નિશિયન આ બાબતને લઈને પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ફરિયાદીની જાણવા જોગ અરજી લેવામાં આવી છે પરંતુ હવે જોવાનું એ મહત્વનું રહેશે કે પોલીસ આ બાબતે શું કોઈ યોગ્ય પગલાં લેશે કે શું?
https://youtube.com/shorts/PjhA4KicMMs?si=6MGK6c_wGxOOyI5Y
ડોક્ટરોને સમાજમાં ખૂબ જ સન્માનનીય રીતે જોવામાં આવે છે ત્યારે તબીબોનું આ પ્રકારનું વર્તન સમાજની માનસિકતાને હચમચાવી નાખનારું છે. આ કોઈ એક બનાવ નથી આવા અનેક બનાવો ભૂતકાળમાં પણ જામનગરની જીજી હોસ્પિટલમાં બની ચૂક્યા છે ત્યારે આ બાબતે ચોકસાઈ પૂર્વકથી કોઈ પગલા લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.





















