
જામનગરમાં પ્રદેશ ભાજપ મહીલા પાંખ દ્વારા ચિંતન કરવામાં આવ્યું…….પ્રદેશ મહિલા મોરચાની ટીમ દ્વારા આજે જામનગરનો પ્રવાસ કરવામાં આવ્યો…મહિલા માટેની રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ મહિલાઓ સુધી પહોચાડવા માટે સમીક્ષા કરવામાં આવી….આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અને બુથ લેવલ સુધી પહોચવા માટે પણ સચોટ વિચારણા કરવામાં આવી..આગામી વિધાનસભાની ચુંટણીમાં મહિલા મોરચો અહમ ભાગ ભજવશે એવી નેમ પણ વ્યક્ત કરવામાં આવી.આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા તેમજ જામનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા ઉપસ્થિત રહ્યા હતા…






















