રાષ્ટ્રપતિ શૌર્ય ચંદ્રકને લઈને મોટો ફેરફાર, હવે ઓળખાશે આ નામથી; આ નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે

પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ, કરેક્શનલ સર્વિસને આપવામાં આવતા હાલના રાષ્ટ્રપતિ વીરતા મેડલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ચાર વર્તમાન રાષ્ટ્રપતિ શૌર્ય ચંદ્રકોને એક જ ચંદ્રકમાં મર્જ કરી દીધા છે. હવે આ તમામને ‘પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર ગેલેન્ટ્રી’થી સન્માનિત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ વીરતા ચંદ્રક વિશે

રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG) અને પોલીસ મેડલ ફોર ગેલેન્ટરી (PMG); જીવન અને સંપત્તિ બચાવવા અથવા ગુનાને રોકવા અથવા ગુનેગારોની ધરપકડ કરવામાં સ્પષ્ટ બહાદુરીના પ્રદર્શનના આધારે પુરસ્કાર આપવામાં આવે છે. વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) પોલીસ સેવામાં ઉત્કૃષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે અને પોલીસ મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ (PM) સંસાધનો અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પર આધારિત મૂલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે.