જામનગર શહે૨માં નિર્માણ પામી રહેલ સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના ફલાયઓવર બ્રીજના ચાલુ કામની આકસ્મીક મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ

Inspection of the ongoing work of the flyover bridge from Seven Roads to Subhash Bridge under construction in Jamnagar City by making a casual visit.

જામનગર શહે૨માં નિર્માણ પામી રહેલ સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના ફલાયઓવર બ્રીજના ચાલુ કામની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન દ્વારા આકસ્મીક મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવ૨ બ્રીજનું કામ જામનગર શહે૨માં સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધી ચાલી રહ્યું છે. તેની આજરોજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા દ્વારા સ્થળ ઉપર આકસ્મીક મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરેલ હતું. સાથો સાથ આ કામના પ્લાન્ટની પણ સ્થળ વિઝીટ કરવામાં આવેલ હતી. તેમજ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરેલ અને જરૂરી સુચનો કરવામાં આવેલ હતા.

વધુમાં, આગામી નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોને ધ્યાને લઇ ચાલુ કામની સાઇટ ઉ૫૨ બેરીકેટીંગના હિસાબે ટ્રાફીકમાં અવરોધાય નહિ તે રીતે બેરીકેટીંગ કરવા સુચના આપવામાં આવી હતી.

સાથો સાથે સર્વિસ રોડ ઉ૫૨ રાત્રીના અંધારુ ન પડે તે માટે જરૂરી લાઇટીંગ વ્યવસ્થા તેમજ જરૂરીયાત મુજબ પેચવર્ક કરવા અને કામ ઉપરના જે તે કામદારોની સેફ્ટી જળવાઇ રહે તેમજ ભવિષ્ય કોઇ અઘિટત ઘટના ન બને તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા અંગે સુચના આપવામાં આવી હતી.