લવ જીહાદના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં લઈ હિન્દુસેનાએ સ્ત્રીઓ અને બહેનોને જાગૃત કરવા અનોખો પ્રયાસ આદર્યો છે……જેમાં જામનગરમાં ગુજરાત હિન્દૂ સેના દ્વારા લવ જીહાદથી બચવા માટેની પત્રિકાનું વિતરણ નવરાત્રી પૂર્વે કરવામાં આવ્યું હતું……




જેમાં ગરીબીમાં કોઈ પણ વિધર્મી પ્રવેશે તો તેને માથા પર તિલક લગાડવું, તેના પર ગૌમુત્રનો છંટકાવ કરવો અને તેને માતાજીની પ્રસાદી ખવડાવ્યા બાદ જ તેને પ્રવેશ આપવો……નવરાત્રીના નવ દિવસ દરમિયાન કોઈપણ ગરબી કે રાસ ગરબાના આયોજકોને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ ગરબીના કે દાંડીયારાસ ના આયોજનમાં સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ કે ગાયક કલાકારોનું કામ કોઈ વિધર્મીઓને આપવામાં ન આવે


માત્ર હિન્દુઓને આપવામાં આવે તેવી ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી…. અને જો કોઈ આયોજનમાં કામ આપશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકોની રહેશે તેવું હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જણાવ્યું હતું ….





















