અલગ અલગ સ્કૂલ કોલેજના 100 થી વધુ વિદ્યાર્થીઓએ પક્ષીઓ અંગે માહિતી મેળવી.
જામનગર : જામનગર લાખોટા નેચર કલબ દ્વારા વન્યજીવન પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં રણમલ તળાવ પાસે પક્ષી દર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રણમલ તળાવ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે 20 થી વધુ પ્રજાતિના અલગ અલગ પક્ષીઓ હાલ તળાવમાં જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરી ને વિદ્યાર્થીઓ અને યુવા ઓને આ પક્ષી અંગે માહિતી મળી રહે તેવા ઉદેશ થી પક્ષી દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સંસ્થાના પ્રમુખ જગતભાઈ રાવલ, ઉપ પ્રમુખ સુરજભાઈ જોષી, મંત્રી ભાવિક પારેખ દ્વારા માહિતી આપવામાં આવી હતી, આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાનો સહકાર પ્રાપ્ત થયો હતો.





















