જામનગરના ધારાસભ્ય પાસે 51-51 હજારના કવરની માંગણી કરનાર અને છેતરપીંડીનો આશય ધરાવતાં ત્રણ શખ્સો ઝડપાઇ ગયા

Jamnagar MLA was arrested for demanding cover of 51,000 each and intending to defraud.

“મેરા વેબ” સાથેની વાતચીતમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ ત્રણેય શખ્સોને જામનગર પોલીસે એસ.ટી. ડેપો પાસેથી પકડી લીધા છે

જામનગર તા. 11: જામનગરના એક ધારાસભ્યને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા અમારા ગુરૃજી તત્પર છે તેમ જણાવી એક શખ્સે ફોન કર્યા પછી રૃા.51 હજારના ત્રણ કવરની માગણી કરી હતી. આ શખ્સની વાતચીતથી વહેમાયેલા ધારાસભ્યએ પોલીસને વાકેફ કરી છે. અમરેલીથી બોલી રહેલા આ શખ્સના સગડ પોલીસ દ્વારા દબાવાઈ રહ્યા છે. અને આ પ્રકરણમાં જામનગર પોલીસે ત્રણ ચીટર શખ્સોની અટકાયત કરી હોવાનું ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ “મેરા વેબ” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

જામનગર શહેરના એક ધારાસભ્યને થોડા દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, પોતે એક ગુરૃજીના શિષ્ય છે અને ગુરૃજીએ તમારૃ રાજકીય પ્રમોશન પાક્કુ છે તેવા આશીર્વાદ પાઠવ્યા છે તેમ કહી વાતોની જાળ પાથરી હતી.

ત્યારપછી પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણા ગુરૃજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહી હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા ધારાસભ્યને જણાવ્યું હતું. તે શખ્સે એક કવરમાં રૃા.51 હજાર મૂકવાનું કહેતા ધારાસભ્યએ રૃા.101 ના કવર મૂકીશ તેમ કહેતા આટલા મોટા સમુદાયના ધર્મગુરૃ તમને પ્રમોશન માટે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે ઓછામાં ઓછા રૃા.51 હજાર મૂકવા પડશે તેમ કહેવાતા આ ધારાસભ્યએ કોઈ ઠગ પોતાની સાથે વાત કરતો હોવાનું અનુમાન કરી આ રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૃા.21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી.

ત્યારપછી આ બનાવ અંગે એસપીને વાકેફ કરાયા હતા. તેઓએ ઉપરોક્ત વાતચીત પરથી ફોન કરનાર વ્યક્તિના સગડ મેળવવા તપાસ શરૃ કરી છે. આવી રીતે અન્ય ધારાસભ્ય કે કોઈ રાજકીય વ્યક્તિને આવા લોકો શિશામાં ન ઉતારી દે તે માટે સતર્ક રહેવું જરૃરી છે. આ પ્રકરણના અનુસંધાને ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જામનગર પોલીસના માર્ગદર્શન પ્રમાણે આ ચીટર સાથે ટેલીફોનીક વાતચીતના અંતે આ શખ્સોને જામનગર એસ.ટી. ડેપો પાસે બોલાવવામાં આવ્યા હતા અને આ ત્રણેય ચીટરને જામનગર પોલીસે પકડી પાડ્યા છે. જો કે, આ ચીટરોના નામ જામનગર પોલીસ દ્વારા મંગળવારની સાંજ સુધી જાહેર થયા ન હતાં.