રાજ્યના ગૃહ વિભાગમાં બેઠકોનો દૌર પોલીસ બેડામાં બદલીના સંકેતો આપતું હોય તેવું લાગે છે . ટુંક સમયમાં જ 70થી 80 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થઈ શકે છે. સુત્રો મુજબ 23 જેટલા ડીવાયએસપી અને 12 એએસપીને પ્રમોશન પણ મળી શકે છે. અંદાજે 100 જેટલા અધિકારીઓનું લિસ્ટ બનશે.
રાજકોટ પોલીસના કથિત કમિશનકાંડમાં આખરે સરકારે કાર્યવાહી કરી છે. જેના પર કમિશનકાંડનો આક્ષેપ કરનારા જગજીવન સખિયે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારે ભરેલા પગલાંને અમે આવકારી છીએ . મુખ્યપ્રધાન , ગૃહ રાજ્ય પ્રધાન તેમજ સી.આર. પાટીલે કાર્યવાહીની ખાતરી આપી હતી. જે બાદ પગલા ભરાયા છે. 75 લાખ રૂપિયાના કમિશન બાબતે જગજીવન સખિયાએ જવાબ આપતા કહ્યું કે, સ્મશાને ગયેલા લાકડા ક્યારેય પરત આવતા નથી. તેમણે સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યૂરો તપાસ કરશે અને જે સત્ય હશે તે બહાર લાવશે તેવી આશા વ્યક્ત કરી છે. સખિયા બંધુઓએ રૂપિયા 75 લાખ આપ્યા તે લાંચ મુદ્દે તેમણે કહ્યુ કે લાંચ આપવી ગુનો છે પરંતુ હાલના સમયમાં લાંચ વિના કામ થઈ શકતા નથી અને લાંચ આપવી મજબૂરી છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક તાબડતોબ બેઠક પણ બોલાવી હતી. જેઓ 2 દિવસથી આ કામગીરી કરી રહ્યાં છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા ગૃહ સચિવ નિપુણા તોરવણે સહિતના અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં બદલીઓની ફાઈલો પણ તૈયાર કરી દેવામાં આવી છે. અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરની બદલી પણ નિશ્ચિત હોવાનું ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. તેની સાથે સાથે રેન્જ આઈજીઓની પણ બદલી થવાની છે. જે અંગે તૈયારીઓ થઈ ગઈ છે. હવે ગૃહ વિભાગ એક્ટિવ થઈ ગયું છે અને સમગ્ર ગુજરાતની IPS લોબીમાં બદલીનો દોર ગણતરીની કલાકમાં શરૂ થઈ ગયો છે. રાજકોટ પોલીસ કમિશનર, ગાંધીનગર, વડોદરા, બોર્ડર રેન્જ અને સુરત રેન્જમાં પણ પહેલા તબક્કામાં બદલી કરી દેવામાં આવશે તેવી ચર્ચાઓ છે.





















