જામનગરની જિલ્લા જેલમાં પોલીસ દ્વારા રાત્રીના સમયે બોડીવોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકીંગ

Surprise checking with bodyworn cameras by police at Jamnagar District Jail at night

જિલ્લા પોલીસ વડા ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.,એસ.ઓ.જી. અને શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના ધાડા ઉતર્યા

જામનગર તા ૨૨, જામનગરની જિલ્લા જેલમાં ગઈ રાત્રિના સમયે પોલીસ તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચી ગયો હતો. જિલ્લા પોલીસવડા ના સુપરવિઝન હેઠળ એલસીબી એસઓજી સહિતનો વિશાળ પોલીસ કાફલો જેલમાં પહોંચી ગયો હતો, અને નિરીક્ષણ કર્યું હતું.

જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના સુપર વિઝન હેઠળ શહેર વિભાગના ડીવાયએસપી જ્યેન્દ્રસિંહ ઝાલા ની રાહબરી હેઠળ એલસીબી નો તમામ સ્ટાફ અને એસ.ઓ.જી શાખા નો તમામ સ્ટાફ જોડાયો હતો.

ઉપરાંત જામનગર શહેરના સીટી એ., સિટી બી. અને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને તેમનો સ્ટાફ વગેરે પણ ચેકિંગમાં જોડાયા હતા, અને જેલની અંદર તમામ બેરેકોમા બારીકાઈ થી નિરીક્ષણ શરૂ કર્યું હતું.

જામનગરના જેલ સત્તાવાળાઓને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના પોલીસ સ્ટાફ દ્વારા ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું હોવાથી જેલ વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે.