જામનગર નજીક વસઇ પાસે એક બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થવાથી બેડ ગામનું દંપત્તિ ખંડિત

A couple from Bed village broke up after the bike slipped when a dog fell on a bike near Vasai near Jamnagar.

બેડ ગામના દંપતીને અકસ્માત નડ્યા પછી પત્નીનું સ્થળ પરજ કરુણ મૃત્યુ; જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ

જામનગર તા ૨૦, જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે એક બાઈકને આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થવાથી ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક દંપતિ ખંડિત થયું છે. બેડ ગામના દંપત્તિને ઇજા થયા પછી પત્નીનું સ્થળ પરજ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતના બનાવવાની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા રાજેશભાઈ લવજીભાઈ કણજારીયા અને તેમના પત્ની દેવીબેન રાજેશભાઈ કણજારીયા, કે જેઓ ગઈકાલે પોતાના બાઈકમાં બેસીને ખીમરાણા ગામેથી વસઇ ગામ તરફ જઈ રહ્યા હતા.

Three dead in dumper vehicle accident in J&K's Ramban

જે દરમિયાન વસઈ ગામની ગોળાઈ પાસે કૂતરું આડું ઉતરતાં બાઈક માર્ગ પર ફંગોળાયું હતું. જે અકસ્માત ના કારણે પત્ની દેવીબેન નું ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે રાજેશભાઈને પણ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવવા અંગે હસમુખભાઈ કણજારીયાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે.