જામનગરના એઇટ વન્ડર ગ્રૂપ દ્વારા બનાવવામાં આવી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ અને 20 ફૂટ થી વધુ લાંબી બોલપેન બનાવી આ ગ્રુપ સર્જશે વિશ્વ વિક્રમ

Jamnagar's Eight Wonder Group will create a world record by creating an eco-friendly Ganapati idol and a ballpen over 20 feet long.

દરિયાઈ જીવ સૃષ્ટિની થીમ અને શિક્ષણ ક્ષેત્રે ભાર આપીને જામનગરનો ખ્યાતનામ પંડાલ નવતર પ્રયોગ રજૂ કરશે… આ વખતે દરિયાઈ રેતીથી અને અલગ અલગ નદીની રેતીઓ , છીપ , કંતાનના ઉપયોગથી ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે… દરિયાઈ જીવ સૃષ્ટિને અને પર્યાવરણને નુકસાન ન થાય એ રીતના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને પર્યાવરણને બચાવવાની થીમ સાથે ગણપતિની મૂર્તિ તૈયાર કરવામાં આવશે…

ધર્મ અને ભણતરનો બેજોડ સમન્વય કરી જામનગરના દગડું શેઠ ગણપતિ પંડાલ દ્વારા અનોખી રીતે ગણપતિ સ્થાપના કરવામાં આવશે… આઠ આઠ વખત વિશ્વ રેકોર્ડ સ્થાપી ચૂકેલા જામનગરનું આ ગ્રુપ ખૂબ જ ખ્યાતિ મેળવી ચૂક્યું છે.. ગણપતિ મહોત્સવની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે આ ગ્રુપના સદસ્યો છેલ્લા સવા મહિનાથી ગણપતિની વિશિષ્ટ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી રહ્યા છે.. વધુ એક વખત આ ગ્રુપ શહેરીજનોને પંડાલ સુધી પહોંચવા મજબૂર કરશે કેમકે અહીં દુંદાળા દેવ બિરાજશે હાથમાં લેપટોપ લઈને…. સાથે સાથે 20 ફૂટથી વધુની એક બોલપેન તૈયાર કરીને આ ગ્રુપ ફરી એક વખત નવો વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહ્યો છે…

Jamnagar's Eight Wonder Group will create a world record by creating an eco-friendly Ganapati idol and a ballpen over 20 feet long.

એઇટ વન્ડર ગ્રુપના નામે ઓળખાતું જામનગરનું ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવી નવી થીમ સાથે શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ ઉજવશે અને અલગ જ અને જરા હટકે એવા ગણેશજીનું સ્થાપના કરે છે… આ વખતે છેલ્લા સવા મહિનાથી ગ્રુપના 8 થી 10 સભ્યો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિને આકાર આપવામાં મશગુલ થયા છે.. પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખી દરિયાઈ રેતી , નદીની રેતી , સફેદ રેતી , શંખ , છીપ અને કંતાનના ઉપયોગથી દુંદાળા દેવની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે… જેમાં કુલ 50 કિલો જેટલી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે… સૌપ્રથમ તેમાં વનજી કાપડ અને સંતાનની મદદથી સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું હતું.. ત્યારબાદ તેના પર રેતી લગાવવામાં આવી છે અને ગણપતિના આભૂષણો તૈયાર કરવા માટે દરિયાઈ જીવ સૃષ્ટિમાં રહેલ છીપ , શંખ , સ્ટોન વગેરેનો ઉપયોગ કરીને તેના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે.

એઇટ વન્ડર ગ્રુપ દ્વારા આઠ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ દર્જ કરાવી ચુક્યા છે ત્યારે નવમી વખત વર્લ્ડ રેકોર્ડ દર્જ કરાવવા માટે આ ગ્રુપ દ્વારા 20 ફૂટ થી વધુ લાંબી બોલપેન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઈનર કેપ આઉટર કેપ પેનમાં વાપરવામાં આવતી શાહી જે 5 લીટરથી વધુ નાખવામાં આવશે…. અને આ ગ્રુપ દ્વારા નવમો વિશ્વ વિક્રમ સર્જવામાં આવશે…

જામનગરનું ખ્યાતનામ એઇટ વન્ડર ગ્રુપ જે રીતે ગણપતિ મહોત્સવ ઉજવે છે એવી જ રીતે તમામ મંડળો દુંદાળા દેવની આરાધના કરવી જોઈએ એ આજના સમયની માંગ છે…. વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે અબાલ વૃદ્ધને ધ્યાને રાખી અને પ્રકૃતિને પ્રદૂષિત થતી બચાવવાના શુદ્ધ ઉદ્દેશ્યને જામનગરના આ ગ્રુપે 27 વર્ષથી વણી લીધો છે…. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રસ્થાપિત કરી પર્યાવરણના બચાવવાનો ભાવ રજૂ કરતું આ ગ્રુપ અન્ય પંડાલોને સંદેશ આપી રહ્યું છે… જો દરેક પંડાલ પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે અને પર્યાવરણને નુકસાન કરતી પીઓપીની મૂર્તિઓના ઉપયોગને બંધ કરે એમ આ ગ્રુપની સાથે મેરા વેબ પણ અનુરોધ કરે છે…