Whatsapp વીડિયો કોલને રેકોર્ડ કરવા માટે અપનાવો આ આસાન ટ્રિક

Whatsappએ આપણી જિંદગીનો એક ભાગ બની ગયું છે. તે દૂનિયાની જાણીતી મેસેજિંગ એપ માંથી એક છે. વાત Whatsapp વીડિયો કોલ રેકોર્ડિંગની કરીએ તો તમને ડિફોલ્ટ રૂપથી કોઇ સુવિધા મળતી નથી પરંતુ બીજી રીતથી કોલ રેકોર્ડ કરી શકો છો. જણાવી દઈએ કે કોઈની પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવો સારી બાબત નથી. કેટલાક દેશોમાં તો આમ કરવું ગુનો છે. આ માટે જર્રોરી થઇ જાય છે કે જયારે પણ તમે કોલ રેકોર્ડિંગ કરો તો સામેવાળાની પરવાનગી લો.

Whatsapp વીડિયોને રેકોર્ડ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપની જરૂર પડશે. એડ્રોઈડ યુઝર્સ સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર ઓપન કરો. હવે અહિથી XRecorder એપ ડાઉનલોડ કરો. હવે જરૂરી પરમિશન લઇને આગળ વધો. આ પછી તમને ત્યાં સ્ક્રિન રેકોર્ડીંગનો ઓપ્શન મળશે. જયાંથી તમે વીડિયો કોલ રેકોર્ડ કરી શકો છો.