બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના દીકરાએ 10 વર્ષની ઉમરે કરી પહેલી કમાણી

Bollywood actress Shilpa Shetty's son earned his first income at the age of 10

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક નામી એક્ટ્રેસ છે. અને આખી દુનિયામાં તેનાં મોટા પ્રમાણમાં ચાહકો છે. શિલ્પા ફરી એક વખત ફિલ્મો તરફ વળી છે. પણ ફિલ્મોમાં આવતા પહેલાં શિલ્પા શેટ્ટી ઘણાં બિઝનેસ કરી ચૂકી છે. શિલ્પા શેટ્ટીનાં નામે ઘણી રેસ્ટોરન્ટ છે. આ ઉપરાંત તેનું પોતાનું યૂટ્યૂબ ચેનલ છે. સોશિયલ મીડિયા પો્ટ દ્વારા શિલ્પા ખૂબ કમાણી કરે છે. એટલું જ નહીં તે ઘણાં બધા શૉમાં જજ પણ છે. પણ હવે તેનાં પગલેં દીકરો પણ ચાલી રહ્યો છે. અને ફક્ત 10 વર્ષની ઉંમરે તેણે તેનો બિઝનેસ શરૂ કરી દીધો છે.

Bollywood actress Shilpa Shetty's son earned his first income at the age of 10

શિલ્પા શેટ્ટીના દસ વર્ષના દીકરા વિયાન રાજ કુન્દ્રાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના બિઝનેસ વિશે જણાવ્યું હતું. આ વીડિયોમાં વિયાન કહેતો જોવા મળી રહ્યો છે કે તે કસ્ટમાઈઝ્ડ શૂઝની નવી લાઈન શરૂ કરવા જઈ રહ્યો છે અને તેણે તેની માતા એટલે કે શિલ્પા શેટ્ટી માટે પણ શૂઝ ડિઝાઈન કર્યા છે. વિયાને આ શૂઝનું નામ VRKICKS રાખ્યું છે જેનો ભાવ 4999 રૂપિયાથી શરૂ થાય છે. વીડિયો શેર કરતાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ લખ્યું, ‘મારા પુત્ર વિયાન-રાજનું પહેલું અને અનોખું બિઝનેસ વેન્ચર VRKICKS, જે કસ્ટમાઇઝ્ડ સ્નીકર શૂઝ બનાવે છે. નાના બાળકો અને તેમના મોટા સપનાઓને હંમેશા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ સાહસના આઈડિયા અને કોન્સેપ્ટથી લઈને ડિઝાઈન અને વીડિયો પણ તેણે જાતે જ બનાવ્યો છે. ઉદ્યોગસાહસિક અને નિયામક. નવાઈની વાત એ છે કે આટલી નાની ઉંમરે તેણે આ કમાણીનો એક ભાગ ચેરિટીમાં આપવાની વાત પણ કરી છે. તે હવે માત્ર 10 વર્ષનો છે.