નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ! ડાયમંડ લીગમાં જીતનાર પ્રથમ ખેલાડી બન્યો

Neeraj Chopra made history again! Became the first player to win the Diamond League

જ્વેલીન થ્રોમાં ભારતને ઓપલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર એથ્લિટ નીરજ ચોપરાએ ધમાકેદાર વાપસી કરી છે. નિરજે શુક્રવારે લૂસાને ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીતી લીધું છે. નિરજ ચોપરા લૂસાને ડાયમંડ લીગ ખિતાબ જિતનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ ખિતાબ જીતવા સાથે નિરજે સાત અને આઠ સપ્ટેમ્બરે જ્યુરીખમાં રોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી લીધી છે. 

Neeraj Chopra made history again! Became the first player to win the Diamond League

એક તીર ત્રણ નિશાન

1) ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીત્યું

2) જ્યુરીખમાં યોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી

3) બુડાપેસ્ટમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ-2023 માટે કર્યું ક્વોલિફાય

હરિયાણાના પાનીપતનાં રહેવાસી નીરજ ચોપરાએ અગાઉ ભારતને અનેક મેડલ્સ અને ખિતાબ અપવાવ્યાં છે. આમાં ઓલિમ્પિક ગોલ્ડનો પણ સમાવેશ થાય છે.