શ્રીવલ્લીની Pushpa 2 નું શૂટિંગ થઈ રહ્યું છે શરૂ? જાણો ક્યારે થશે રિલીઝ

Srivalli's Pushpa 2 shooting has started? Know when it will be released

અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ પાર્ટ 1 જોયા બાદ ચાહકો ક્રેઝી થઈ ગયા હતા. કોઈ અલ્લુ અર્જૂનના સ્વેગથી ઇમ્પ્રેસ હતો, તો કોઈ રશ્મિકા મંદાનાની સાથે તેની લવ સ્ટોરીથી અને કોઈ તેના ધાંસૂ એક્શન અવતારથી. પુષ્પા જોયા બાદ થિયેટરમાંથી બહાર નીકળતા તમામ લોકોના મોઢે એક જ સવાલ હતો કે પુષ્પા 2 ક્યારે આવશે?

જોકે, આ સવાલનો પાક્કો જવાબ તો હજુ પણ કોઈ પાસે નથી. પરંતુ જે જવાબની રાહ દેશના લાખો ફિલ્મ ચાહકો જોઈ રહ્યા છે, તે દિશામાં પ્રથમ પગલું આજે લેવામાં આવ્યું છે. એટલે કે અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાના સ્ટારર પુષ્પા: ધ રૂલનું શૂટિંગ સોમવારથી શરૂ થઈ ગયું છે.

Srivalli's Pushpa 2 shooting has started? Know when it will be released

સોશિયલ મીડિયા પર ફિલ્મની પુજા સેરેમનીની તસવીર અને વીડિયો વાયરલ થવા લાગ્યો છે. ફિલ્મમાં ફિમેલ લીડ નિભાવનાર રશ્મિકા મંદાનાએ પણ સોશિયલ મીડિયા પર પુજા સેરેમનીની એક તસવીર શેર કરી જેને જોયા બાદ ચાહકો ખુબ જ એક્સાઈટેડ છે. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાનાની સાથે ફહાદ ફાજિલ પણ ફરી એકવાર ફિલ્મમાં નેગેટિવ રોલમાં પરત ફરશે.

Srivalli's Pushpa 2 shooting has started? Know when it will be released

અલ્લૂ અર્જૂને તેના ઇન્સ્ટાગ્રામ પર 8 કલાક પહેલા એક સ્ટોરી શેર કરી હતી જેમાં તે ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વાયર પર ઉભેલો જોવા મળે છે. પાછળના બિલ બોર્ડ પર અલ્લૂની તસવીર જોવા મળી રહી હતી. અલ્લૂએ ન્યૂ યોર્કમાં ઇન્ડિયા ડે પરેડને પણ લીડ કરી હતી, જેની તસવીર ને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેથી કહી શકાય કે કદાચ અલ્લૂ હાલ ફિલ્મનું શૂટિંગ નહીં કરે. તેના શૂટ શિડ્યૂલ વિશે પણ હજૂ કોઈ જાણકારી સામે આવી નથી.

મેકર્સે સત્તાવાર હજુ સુધી પુષ્પા: ધ રૂલની રિલીઝ તારીખ જાહેર કરી નથી પરંતુ બિઝનેસ ટૂડેના એક રિપોર્ટમાં મેકર્સે કહ્યું હતું કે તે ઓગસ્ટ 2023 સુધીમાં ફિલ્મને રિલીઝ કરવા માંગે છે. મેકર્સે એમ પણ કહ્યું હતું કે, આ વખતે ફિલ્મને વધુ જોરશોરથી માર્કેટિંગ કર્યા બાદ ખુબ ગ્રાન્ડ રીતે રિલીઝ કરવામાં આવશે.