હેન્ડસમ હંક ટાઈગર શ્રોફ બ્રેકઅપ બાદ આ હિરોઈનને કરે છે ડેટ?

Handsome hunk Tiger Shroff dating this heroine after breakup?

બોલીવુડના હેન્ડસમ હંક ટાઈગર શ્રોફ પર અનેક છોકરીઓનું દિલ આવી ગયું છે. પરંતુ ટાઈગરનું દિલ દિશા પટની પર આવી ગયું. હવે લાગે છે કે, તેઓ બીજી ગ્લેમરસ હસીનાને પ્રેમ કરે છે. તે હસીનાનું નામ છે આકાંક્ષા શર્મા. ટાઈગર શ્રોફ આકાંક્ષા સાથે બે મ્યુઝીક વિડીયોમાં કામ કરી ચૂક્યા છે. આ બે મ્યુઝીક વિડીયોના નામ છે- કેસેનોવા અને I am a Disco Dancer 2.0. આ બે ગીતમાં ટાઈગરની આકાંક્ષા સાથે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી.

Handsome hunk Tiger Shroff dating this heroine after breakup?

રિપોર્ટ્સ અનુસાર તેઓને એકબીજાની કંપની પસંદ આવવા લાગી છે. ટાઈગરે આકાંક્ષાને ડેટ કરવાની ચર્ચાને ખોટી ઠેરવી છે. તાજેતરમાં તે બંનેની ચિટચેટ વાયરલ થઈ હતી. આકાંક્ષા અને ટાઈગરને પ્રેમના કિસ્સા તો તમે જોઈ લીધા, પરંતુ આ આકાંક્ષા કોણ છે? આકાંક્ષા શર્માએ એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે ઘણી જાહેરાતોમાં જોવા મળી છે. આકાંક્ષા સાઉથ ફિલ્મોમાં જોવા મળે છે. તેમણે મહેશ બાબૂ, કાર્તિ અને વરુણ ધવન જેવા અભિનેતાઓ સાથે કામ કર્યું છે.

આકાંક્ષાએ વર્ષ 2020માં ફિલ્મ ત્રિવિક્રમાથી સાઉથમાં ડેબ્યુ કર્યું હતું. આકાંક્ષા એક ડાન્સર પણ છે. તે સોશિયલ પર પોતાના ખૂબ જ ગ્લેમરસ ફોટોઝ શેર કરે છે. આકાંક્ષાના આ ફોટોઝ સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર હાઈ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર આકાંક્ષાના 684k ફોલોઅર્સ છે. આકાંક્ષા જેટલી સુંદર દેખાય છે, તેટલો જ તેનો ગ્લેમરસ અંદાજ છે. તમે આકાંક્ષાના સ્ટનિંગ ફોટોઝ પરથી તમારી નજર નહીં હટાવી શકો. તેના બોલ્ડ ફોટોશુટ પણ વાયરલ થયા છે.

Handsome hunk Tiger Shroff dating this heroine after breakup?

બિકિની શૂટ હોય કે ટોપલેસ ફોટોશૂટ તમામ ફોટોઝમાં તેનો કિલર અંદાજ જોવા મળે છે. આકાંશા બાદશાહના હિટ મ્યુઝીક વિડીયો જુગનૂમાં જોવા મળી હતી. આ ગીતમાં આકાંક્ષાના આ બિન્દાસ ડાન્સ મૂવ્સ પર ફેન્સ પોતાનું દિલ હારી ગયા હતા. ટાઈગર શ્રોફને ડેટ કરવાની વાત પર આકાંક્ષાએ હજુ સુધી કોઈ રિએક્શન આપ્યું હતું. તે બંને એકબીજાને ડેટ કરે છે કે નહીં તે આવનારા દિવસોમાં ખબર પડશે.