રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ઘ્વજવંદન કરી પરેડ નું નિરીક્ષણ કર્યું હતું




જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતમાં સ્વાતંત્ર્ય પર્વની ગર્વ સાથે ઉજવણી કરાઇ



વિશેષ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ, સંસ્થાઓ, રમતવીરો, વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી