મોટા સમાચાર / ગુજરાતની સ્થાપના બાદ પોલીસકર્મીના પગારમાં મોટો વધારો, હર્ષ સંઘવીની મોટી જાહેરાત

છેલ્લા ઘણા સમયથી પોલીસ પરિવાર દ્વારા પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પોલીસ વિભાગને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર પોલીસ વિભાગના 550 કરોડનું વધારાનું ભંડોળ મંજૂર કર્યું છે. તેની સાથે જ પોલીસ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો છે.

હર્ષ સંઘવીએ સુરત ખાતેથી આ અંગે જાણકારી આપી છે. સરકારની જાહેરાત પછી LRD કર્મીને વાર્ષિક 3 લાખ 47 250 રૂપિયા પગાર તરીકે મળશે, જ્યારે કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા થયો. હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર કરાયો. જ્યારે ASIનો નવો પગાર 5 લાખ 84 હજાર કરાયો છે.

હર્ષ સંઘવીના ભાષણના મુખ્ય મુદ્દાઓ

  • ગુજરાતની સ્થાપના બાદનું સૌથી મોટું એલાઉન્સ
  • રજૂઆતો કરતા પણ વિશેષ ધ્યાન અપાયુ છે
  • 28-10-2021ના કોડ કમિટી બનાવવામાં આવી હતી.
  • 550 કરોડના વધારાને મંજૂરી
  • કમિટીના આયોજન બાદ અનેક બેઠકોનું આયોજન
  • 30-4-2022ના રોજ આખરી રિપોર્ટ રજૂ થયો
  • LRD નો નવો પગાર વર્ષ 3 લાખ 47 હજાર 250 કરાયો છે
  • કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા થયો
  • હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર કરાયો
  • ASIનો નવો પગાર 5 લાખ 84 હજાર કરાયો