વોટ્સએપમાં આવી રહ્યું છે એક મોટું અપડેટ! યુઝર હવે નહીં પાડી શકે સ્ક્રીનશોર્ટ

A big update is coming to WhatsApp! The user can no longer fall into the screenshot

વોટ્સએપ એક સમયે જોવા મળેલા ‘વ્યૂ વન્સ મેસેજ’ના સ્ક્રીનશોટ લેવાનું બંધ કરવા જઇ રહ્યું છે. આ માટે ઈન્સ્ટન્ટ મેસેજિંગ કંપની ટૂંક સમયમાં જ એક નવું ફીચર લાવવા જઈ રહી છે. મેટાની માલિકીની વોટ્સએપે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા ફીચરની રજૂઆત બાદ કોઈ પણ ‘વ્યુ વન્સ મેસેજ’ કેટેગરીમાં મેસેજના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.

A big update is coming to WhatsApp! The user can no longer fall into the screenshot

ઝુકરબર્ગે કહ્યું, “વોટ્સએપ પ્રાઇવસી સાથે જોડાયેલા કેટલાક નવા ફિચર્સ લાવી રહ્યું છે. કોઈની જાણ વિના ગ્રુપ ચેટમાંથી બહાર નીકળવાની મંજૂરી અને વપરાશકર્તાને તેઓ તેમના ઓનલાઇન વિશે કોને જાણ કરવા માંગે છે તેના પર નિયંત્રણ લાવવા માંગે છે. આ સિવાય વ્યૂ વન્સ મેસેજ આવ્યા બાદ વ્યૂના સ્ક્રીનશોટ પર પ્રતિબંધ લગાવવાનું ફીચર પણ લાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વોટ્સએપ વપરાશકર્તાઓના સંદેશાઓને સલામત અને ખાનગી રાખવા માટે નવી રીતો લાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે. આ રીતે વોટ્સઅપ ચેટને રૂબરૂ વાતચીતની જેમ સુરક્ષિત બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

A big update is coming to WhatsApp! The user can no longer fall into the screenshot

વોટ્સએપે હાલમાં જ ‘વ્યૂ વન્સ મેસેજ’ ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા મેસેજ માત્ર એક જ વાર વાંચી શકાય છે અને પછી ઓટોમેટિક ગાયબ થઈ જાય છે. આ વપરાશકર્તાઓને તેમના મોકલેલા સંદેશનો કોઈ ડિજિટલ રેકોર્ડ ન રાખવાનો વિકલ્પ આપે છે. પરંતુ આવા મેસેજના સ્ક્રીનશોટ પણ લેવાની કેટલીક ફરિયાદો મળ્યા બાદ હવે વોટ્સએપે તેને સુધારવા માટે નવું ફીચર લાવવાની તૈયારી કરી લીધી છે. મેટાના એક નિવેદન અનુસાર, “હવે વોટ્સએપ વધારાની સુરક્ષા માટે વ્યુ વન્સ મેસેજના સ્ક્રીનશોટ લેવાનું બ્લોક કરવાની વ્યવસ્થા કરી રહ્યું છે. આ ફીચરનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.”

A big update is coming to WhatsApp! The user can no longer fall into the screenshot

તેની સાથે જ વોટ્સએપ પણ આ મહિને આ ફીચર લાવવા જઈ રહ્યું છે, જેમાં યૂઝર્સને એ નક્કી કરવાનો અધિકાર મળશે કે તેઓ ઓનલાઈન હોય ત્યારે કોણ તેમને જોઈ શકે છે. આ ઉપરાંત ગ્રુપ ચેટમાં સામેલ અન્ય યૂઝર્સને જાણ થયા વગર તે ગ્રુપમાંથી બહાર નીકળવાનું ફીચર લાવવાની પણ તૈયારી છે.