જામનગરની જીજી હોસ્પીટલમાં મંકીપોક્ષનો શંકાસ્પદ કેસ નોંધાયો

A suspected case of monkeypox was reported in Jamnagar's GG Hospital

ગુજરાતમાં મંકીપોકસનો પગ પેસારો થયો છે…. જામનગરમાં એક શંકાસ્પદ મંકી પોકસનો કેસ નોંધાયો છે… જામનગરના નવા નાગના વિસ્તારમાં રહેતા 29 વર્ષીય એક યુવકને શરીરમાં મંકીપોકસના શંકાસ્પદ લક્ષણો જણા હતા જીજી હોસ્પિટલ ખાતે તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે….. શંકાસ્પદ લક્ષણો જણાવતા એ દર્દીના સેમ્પલ લઇ અને વધુ પરીક્ષણ માટે ગાંધીનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા છે…..

A suspected case of monkeypox was reported in Jamnagar's GG Hospital

ડેન્ગ્યુ , કોરોના , સ્વાઇન્ફ્લું અને હવે મંકીપોકસ જામનગર તમામ ગંભીર બીમારીઓ માટેનું સ્ટાર્ટઅપ પોઈન્ટ રહ્યું છે..ઘણી બધી ગંભીર બિમારીઓના કેસોની શરૂઆત જામનગર ખાતેથી થઈ હોવાનું ભૂતકાળ જણાવે છે….

A suspected case of monkeypox was reported in Jamnagar's GG Hospital

જો કે આ મંકીપોક્સના શંકાસ્પદ કેસ છે તેને પોઝિટિવ આવવાની શક્યતા ખૂબ ઓછી હોવાનુ જી જી હોસ્પિટલના નોડલ ઓફિસર ડોક્ટર એસ એસ ચેટરજીએ જણાવ્યું છે…પરંતુ લક્ષણો જણાતા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સેમાપ્લ લઈને ગાંધીનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા છે…