ખંભાળીયા શહેર તથા આસપાસના આઠેક ગામોને સિંચાઈ સહિતના 24 ગામોને પાણી પૂરું પાડતો ઘી ડેમ પૂરેપૂરો ભરાઈ 20ફૂટે સપાટી પહોંચતા ડેમના કાઢીયા પાસેથી ઓવરફ્લો થતા લોકો જોવા ઉમટ્યા હતા.ઘી ડેમ 20 ફૂટ જ ઉંચો છે. પરંતુ ઘી ડેમમાંથી પ્રતિ વર્ષ કાપ કાઢવામાં આવતા ઉંડાઈ તથા પાણી સંગ્રહની ક્ષમતા વધતી જાય છે.જે ખંભાળીયા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે તથા રામનગર, હર્ષદપુર, કોઠા વિસોત્રી, કુબેર વિસોત્રી જેવા આઠેક ગામોને સિંચાઈની સવલત પુરી પાડે છે.

ખંભાળિયાના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વર્ષોથી જ્યારે પણ ઘી ડેમ છલકાઇ જાય તો તેની ખુશીમાં નવા નીરના વધામણા કરી ને હેતુ મિત્રો તેમજ સ્લમ વિસ્તારમાં મીઠાઈનું પણ વિતરણ કરી ખુશી વ્યકત કરે છે એક વર્ષ ચાલે એટલું પાણી થઇ જતાં લોકોમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત ખંભાળીયાના 24 ગામોની પાણી પુરવઠા યોજનામાં પણ આ ડેમ ઉપયોગી થતો હોય, ડેમ છલકાતા રવિવારેલોકો ઉમટી પડ્યા હતા.જે વેળાએ ત્યાં કોઈજ ડેમ રક્ષણ માટે બંદોબસ્ત ના હોય કાઢીયા પાસે કેટલાક નાહવા પણ પડ્યા હોવાનુ બહાર આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ઘી ડેમ છલકાઈ ગયો હતો. જ્યારે આ વર્ષે 30-6થી શરૂ થયેલા પ્રથમ વરસાદમાં જ ડેમ છલકાઈ ગયો છે.