ભારતની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ચાલુ મહિનામાં જ 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરકારે આ મહિને પેટ્રોલ, ડીઝલ અને એવિયેશન ફ્યુઅલની નિકાસ પર ટેક્સ મૂક્યો છે.આ સાથે ફ્યુઅલની નિકાસમાંથી જંગી કમાણી કરનારી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ નાખવામાં આવ્યો છે. અને તેના કારણે રિલાયન્સ તથા ONGC જેવી કંપનીઓના શેરમાં ભારે કડાકો બોલી ગયો છે.બ્રોકરેજિસ માને છે કે વિન્ડફોલ ટેક્સમાં જાજી મુશ્કેલી જોવા મળે છે.તાજેતરમાં RILમાં કરેક્શન આવ્યું હતું જે વધારે પડતું હતું.

RILના શેર માટે બ્રોકરેજે ‘એડ’ રેટિંગ આપ્યું છે અને રૂ. 2825ના ટાર્ગેટ સાથે ખરીદવાની ભલામણ કરી છે. રિલાયન્સનો શેર આજે 0.90 ટકા વધીને રૂ. 2399 પર બંધ રહ્યો હતો.આ ઉપરાંત રિલાયન્સના શેરને ટ્રેક કરતા 34 એનાલિસ્ટમાંથી 20 તેને ‘બાય’ રેટિંગ આપે છે અને માત્ર ત્રણ એનાલિસ્ટે ‘સેલ’ રેટિંગ આપ્યું છે. આ શેરની એવરેજ ટાર્ગેટ પ્રાઈસ રૂ. 2907 છે. જોઈએ તો હાલના સ્તરેથી RILનો શેર 21 ટકાથી વધારે વધી શકે છે. મોતીલાલ ઓસવાલે ‘બાય’ રેટિંગ આપીને ટાર્ગેટ ભાવ રૂ. 2874 આપ્યો છે. RILના GRMને નેગેટિવ અસર થશે અને તે 24કે 26 ડોલરથી ઘટીને 8 ડોલર પ્રતિ બેરલ થઈ જવાની શક્યતા છે. વ





















