એવી સરકારી સ્કૂલ કે જ્યાં ટીચર પણ પહેરીને આવે છે યુનિફોર્મ! 

A government school where even a teacher comes wearing a uniform!

શાળામાં વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં આવતા હોય છે. પરંતુ શિક્ષકો યુનિફોર્મમાં જોવા નથી મળતા. બિહારના ગયા જિલ્લાની આ સ્કૂલમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો પણ એક જ ડ્રેસમાં આવે છે. આ સરકારી શાળા અન્ય ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની છે. ખૂબીની વાત એ છે કે વિદ્યાર્થીઓ જયારે શાળામાં યુનિફોર્મમાં આવતા નથી ત્યારે શિક્ષક તેમને ઠપકો આપે છે અને માત્ર યુનિફોર્મમાં જ આવવાનું કહે છે.આ શાળા બિહારના ગયા જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આવેલી છે. બાંકે બજાર બ્લોકમાં એક સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક યુનિફોર્મમાં જોવા મળે છે. જ્યારે શાળાના વિદ્યાર્થીઓ વાદળી શર્ટ, ડાર્ડ બ્લ્યૂ પેન્ટ અથવા સ્કર્ટમાં શાળાએ આવે છે.

A government school where even a teacher comes wearing a uniform!

જયારે તે શાળાના શિક્ષકો ગુલાબી રંગના શર્ટ અને કાળા રંગના પેન્ટ પહેરે છે. આ શાળાના સિનિયર વિદ્યાર્થીઓ પણ સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરે છે. શિક્ષકો પણ શાળાના ડ્રેસમાં આવતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે.પ્રિન્સિપાલે કહ્યું હતું કે, ‘અમે શાળાના તમામ શિક્ષકો, ગાર્ડ્સ અને રસોઈયાઓ સાથે બેઠક કરી હતી, જ્યાં અમે નક્કી કર્યું હતું કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો અને અન્ય સ્ટાફે પણ યુનિફોર્મમાં જ શાળામાં આવવું જોઈએ. મેં મારા અંગત ભંડોળમાંથી યુનિફોર્મનો પહેલો સેટ આપવાનું નક્કી કર્યું.