જનતા માટે મોબાઈલ જામર્સ પર પ્રતિબંધ: જાણો સરકારે શું કર્યો ફેરફાર

Ban on mobile jammers for the public: Learn what the government has changed

દેશમાં થયા લોકો માટે મોબાઈલ જામર અને બૂસ્ટર બંધ. કેન્દ્ર સરકારે મોબાઈલ જામર્સ અને બૂસ્ટરના ઉપયોગ પર પ્રતિબંધ કરી મોટો નિર્મૂણય લીધો છે. સરકારે ફક્ત લાઈસન્સ ધારક ટેલિકોમ કંપનીઓને જ આવું કરવાની છૂટ આપી છે.મિનિસ્ટ્રીએ કહ્યું કે લાઈસન્સ ધારક ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સિવાય કોઈ વ્યક્તિ કે કોઈ બીજી કંપની દ્વારા સિગ્નલ બૂસ્ટર અને રિપીટર્સનું વેચાણ કરવું તેમજ તેનો ઉપયોગ કરવો કે તેની ખરીદી કરવી તે ગેરકાયદેસર બની શકે છે. આ ઉપરાંત સરકારે એ પણ કહ્યું કે મંત્રાલયની નિયત ગાઈડલાઈન્સ સિવાય, ભારતમાં સિગ્નલ જામીંગના ઉપકરણોની જાહેરખબર કરવી, કે પછી તેનુ વેચાણ કરવું અથવા તેની આયાત કરવી તે પણ ગેરકાયદેસર છે.  

Ban on mobile jammers for the public: Learn what the government has changed

સેલ્યુલર સિગ્નલ જામર, જીપીએસ બ્લોક કે કોઈ સિગ્નલ જામિંગ ડિવાઈસનો ઉપયોગ કરવો તે પણ ગેરકાયદેસર બન્યું છે, ભારત સરકાર દ્વારા જે લોકોને મંજૂરી મળી હશે ફક્ત તે જ લોકો ઉપયોગ કરી શકશે. પ્રાઈવેટ સેક્ટરના સંગઠનો કે પ્રાઈવેટ કંપનીઓ કે વ્યક્તિઓ દેશમાં જામર્સનો ઉપયોગ નહીં કરી શકે. સરકારે ફક્ત લાઈસન્સ ધારક ટેલિકોમ કંપનીઓને જ જામર્સ અને બૂસ્ટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે તે સિવાય કોઈ પણ તેન ઉપયોગ નહીં કરી શકે અને તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર ગણાશે.