ટૂંક સમયમાં જ બદલાશે Gmailનો લુક: જાણો શું થશે ફેરફાર  

Gmail's look will change soon: Find out what's going to change

ગૂગલે ફેબ્રુઆરીમાં જીમેલ માટે નવું યુઝર ઈન્ટરફેસ બહાર પાડ્યું હતું. જેમાં મટિરિયલ યુ સ્ટાઇલ ઇફેક્ટ્સ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. અને હવે કંપની તેને દરેક માટે રિલીઝ કરી રહી છે. એટલે કે જો ન ઇચ્છતા હોવ તો પણ આ નવો વ્યુ જીમેલનું ડિફોલ્ટ સેટિંગ હશે. તેમજ આ નવા Gmail યુઝર ઈન્ટરફેસમાં તમને લિસ્ટમાં મેઈલ, મીટ, સ્પેસ અને ચેટ માટે અપડેટેડ UI કલેક્ટ બટન મળશે. આ ઉપરાંત તમે ઉપરથી ડાબી બાજુએ આ બટનો જોઈ શકશો. આ તમામ ફિચર્સને સરળતાથી એક્સેસ કરી શકાય છે. આ નવા ઇન્ટરફેસ સાથે બધું એક જ સમયે સ્ક્રીન પર રહેશેઆ ઉપરાંત જે ફીચર્સનો ઉપયોગ કરવો હોય તે આયકન પર માઉસ હૉવર કરશો ત્યારે આ લિસ્ટ પોપ આઉટ થશે.

Gmail's look will change soon: Find out what's going to change

જો તમે સ્ક્રીન પર માત્ર એક જ ખાસ પ્રકારનું કોમ્યુનિકેશન ઈચ્છો છો, તો તે પણ સરળતાથી થઈ શકે છે. કારણ કે ચેટ અને અન્ય ફીચર તમારા ઇનબોક્સ અને લેબલ્સમાં લિસ્ટમાં સામેલ છે,. ગૂગલ અનુસાર તમે ક્વિક સેટિંગ્સ મેનૂમાં કઈ એપ હશે તે પસંદ કરી શકો છો.જો તમે ઈચ્છો તો તમે જૂના લૂક પર પાછા પણ જઈ શકો છો. ગૂગલે એ પણ કહ્યું છે કે આ એક મોટું રોલઆઉટ છે જેના કારણે તમે તમારા Gmail ઇન્ટરફેસને બદલવામાં મતલબ કે યુઝર ફ્રેન્ડલી થતા થોડો સમય લાગી શકે છે અને થોડો સમય આપશો પછી આ નવું લૂક ચોક્કસથી તમામને પસંદ આવશે.આ માટે તમારે ક્વિક સેટિંગ્સ મેનૂમાં જવું પડશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ Gmail એ એક નવું ફીચર બહાર પાડ્યું છે. આ સાથે મેઇલને ઑફલાઇન પણ ઍક્સેસ કરી શકાય છે.