પ્રેમમાં લોકો કેટલા પાગલ થતા હોય છે. પ્રેમ વિશે અનેક લોકો બોલતા હોય છે પરંતુ જીવનમાં ખરેખર પ્રેમ કોને કહેવાય તેની આજે વાત કરવી છે. તમે પ્રેમ માટે ક્યાં સુધી જઈ શકો છો? આ વાક્યને નવું જીવન અને ટ્વિસ્ટ આપતા બાંગ્લાદેશની એક યુવતીએ ચોંકાવનારું કારનામું કર્યું છે. તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા બાંગ્લાદેશથી સરહદ પાર કરીને ભારત આવી હતી, તે પણ સ્વિમિંગ કરીને. આ વાંચીને તમને નવાઈ લાગીને. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 વર્ષની યુવતીએ પોતાના ‘બોયફ્રેન્ડ’ માટે આટલું અંતર તરીને કાપ્યું. તે યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ભારતની સરહદ ઓળંગી એટલું જ નહીં, પાણીમાં તરીને પણ આવી.

છોકરી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા સ્વિમિંગ કરતી આવી.
ટાઢ તડકો, ભૂખ થાક કંઈ જોયા વિના એક દેશમાંથી બીજા દેશમાં સરહદ પાર કરીને આવવું કેટલું કઠિન છે. એક દેશમાંથી બીજા દેશમાં ગેરકાયદે પ્રવેશ કરવાનો ગુનો પણ મંજૂર છે. બસ પ્રેમીને મળવું છે. 22 વર્ષીય યુવતિએ પ્રેમની પરિભાષા, પ્રેમની તાકાત બતાવતા બાંગ્લાદેશના સુંદરવનના ભયાનક જંગલો પણ પાર કર્યા. તદુપરાંત, તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને કાયદાનો ભંગ કર્યો હતો. મહિલાની ઓળખ કૃષ્ણ મંડલ તરીકે થઈ છે. ક્રિષ્નાને અભિક મંડલ સાથે ફેસબુક પર મુલાકાત થઈ અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. અભિકને મળવા માટે બેતાબ ક્રિષ્નાએ પાણીમાં તરવાનું પસંદ કર્યું કારણ કે તેની પાસે માન્ય પાસપોર્ટ ન હતો. પોલીસ સૂત્રોનો દાવો છે કે કૃષ્ણા સૌપ્રથમ સુંદરવનમાં પ્રવેશી હતી. જે રોયલ બંગાળ ટાઈગર્સ માટે લોકપ્રિય છે.
ખતરનાક જાનવરોના જંગલને પાસ કર્યું
સુંદરવન પહોંચ્યા પછી તેણીએ તેના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વધુ એક કલાક તરવું કર્યું. તેણી તેના બોયફ્રેન્ડ અભિકને મળી અને પછી કોલકાતાના કાલીઘાટ મંદિરમાં લગ્ન કર્યા. દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ કૃષ્ણાની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે કૃષ્ણાને હવે બાંગ્લાદેશ હાઈ કમિશનને સોંપવામાં આવશે.
પહેલા પણ બની ચૂકી છે આવી ઘટના
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હોય. થોડા મહિનાઓ પહેલા એક બાંગ્લાદેશી કિશોર તેની મનપસંદ ચોકલેટ ખરીદવા માટે સરહદ પાર કરી ગયો હતો. રિપોર્ટ્સ અનુસાર, ઈમાન હુસૈન ભારતમાં પોતાની ફેવરિટ ચોકલેટ બાર મેળવવા માટે સરહદ પાર કરી ગઈ હતી. કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. તેને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.