બુલડોઝર : મનપા દ્વારા જામનગર ૫૮ દિગ્વિજય પ્લોટમાં ડીમોલિશનની કામગીરી


જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજે ફરી એક્શન મોડમાં આવ્યું છે….અને દબાણો પર વહેલી સવારથી તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે…. જામનગર શહેરના 58 દિગ્વિજય પ્લોટ હિંગલાજ ચોકથી આગળ નવા રસ્તા માટે એટલે કે ડીપી અમલીકરણ માટે સવારથી જામનગર મનપાની સંયુક્ત ટીમો જેમાં સીટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરી હેઠળ એસ્ટેટના મુકેશ વરણવા, નીતિન દીક્ષિત સહિતના અધિકારીઓ ઉપરાંત પોલીસ બંદોબસ્ત સાથેની ટીમો લઈને વહેલી સવારથી ડીપી અમલીકરણ માટે વચ્ચે આવતી 20 મિલકતો જેમાં 18 ઇન્ડસ્ટ્રીયલ, 1 રહેણાક અને 1 આંગણવાડી મીટરમાં સમાવેશ થતા હોય તેનું ડીમોલીશન કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે…. JCB, ટ્રેકટર સહિતના સાધનો સાથે મનપા તંત્રએ વહેલી સવારથી આ કાર્યવાહી હાથ ધરતા આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.. જ્યારે કપાતમાં આવતા મકાન માલિકે તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અગાઉ કપાતમાં 3 ફૂટ હતું જ્યારે હાલ 20 ફૂટ કપાત કરવામાં આવી રહ્યું છે… જ્યારે મનપાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ડીપી કપાત માં આવતા તમામ આસમીઓને સમયસર નોટિસ આપી દેવામાં આવી છે તેમજ સમગ્ર લીગલ પ્રોસેસ જ કરવામાં આવી રહી છે…હાલ ડીમોલેશન ની કામગીરી ચાલી રહી છે જે સાંજ સુધીમાં પૂર્ણ થશે તેમ અધિકારીએ જણાવ્યું હતું…