જીગર વાળો હો બાકી : જામનગર એસપી પ્રેમ ડેલુંના નામનું ફેક એકાઉન્ટ બનાવી ઉઘરાણા ચાલુ કર્યા

જામનગર એસપી પ્રેમસુખ ડેલુના નામે સાઇબર ફ્રોડનો પ્રયત્ન કરાયો હતો.ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી લોકો પાસેથી પૈસા માંગવાની પ્રયત્ન કરાયો હતો.અમદાવાદના કોઈ યુવાનને એસપી પ્રેમસુખ ડેલુના ફેક આઇડીમાંથી મેસેજ કરી પૈસાની જરૂરિયાત હોવાનું કહી કરી માંગ કરી હતી.જે તે યુવાને એસપીનો સીધો સંપર્ક કરતા ફેક આઇડી માંથી કોઈ ફ્રોડ કરવાનો પ્રયત્ન કરતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું…સામે વાળા યુવક દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.મેરાવેબ દ્વારા એસપી પ્રેમસુખ ડેલું સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી.એસપીએ કહ્યું હા મને આવી બાબત ધ્યાનમાં આવી છે કે મારા નામે કોઈ ફેક એકાઉન્ટ ચલાવે છે અને કોઈ વ્યક્તિ પાસે મારા નામે પૈસા માંગ્યા હતા પરંતુ એ યુવક દ્વારા તાત્કાલિક મારો સંપર્ક કરતા આ મામલો મારા ધ્યાને આવ્યો છે.