સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની તગડી ફેન ફૉલોઈંગ છે. હાલમાં તેઓ અક્ષય કુમારની સાથે કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં જોવા મળી હતી. તો આજે અમે તમને સામંથાની નેટવર્થ અને તેમની અમુક મોંઘી વસ્તુઓ વિશે જાણકારી આપીશું.
મીડિયા રિપોર્ટસ મુજબ, ટૂંક સમયમાં સામંથા પોતે બોલીવુડ ડેબ્યુ પણ કરવાની છે. કહેવાઈ રહ્યું છે કે તેઓ આયુષ્માન ખુરાનાની સાથે ફિલ્મમાં દેખાશે. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે સામંથા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે અને વેબ સીરીઝ ધ ફેમિલી મેન 2માં કામ કર્યા બાદ બોલીવુડમાં તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ, કૉફી વિથ કરણમાં આવ્યાં બાદ અક્ષય કુ્માર અને સામંથા એક ફિલ્મમાં પણ સાથે કામ કરી શકે છે. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે સામંથા એક રૉયલ લાઈફ જીવે છે. તે દરેક ફિલ્મ માટે નિર્માતા પાસેથી મોટી ફી વસૂલે છે.
સામંથા રૂથ પ્રભુ હૈદ્રાબાદમાં જુબલી હિલ્સ વિસ્તારમાં રહે છે. તેમનુ ઘર ખૂબ સુંદર છે. વુડન ફ્લોર ઘરને એક વૉર્મ લુક આપવા માટે એક સારું ઑપ્શન છે. ઘરનુ ફર્નિચર અને બાકી સજાવટના સામાનની પસંદગી પણ સામંથાની પસંદ મુજબ કરવામાં આવી છે. તેમના લિવિંગ રૂમમાં લેધર સોફો છે. જો કે, અભિનેત્રીએ તેના બેડરૂમની થીમ સૉફ્ટ રાખી છે. જેના માટે તેમણે મોટાભાગે પેસ્ટલ અથવા સફેદ રંગનો ઉપયોગ કર્યો છે.
સામંથાની પાસે આકર્ષક કાર કલેક્શન પણ છે, જેમાં રેન્જ રોવર વોગ, પોર્શ કેમેન જીટીએસ, જગુઆર એક્સએફ, મર્સિડીઝ બેન્જ જી 63 એએમજી, ઑડી ક્યુ 7 અને સ્વેન્કી બીએમડબ્લ્યુ 7 સીરીઝ જેવી મોંઘી અને લક્ઝરી કારનો સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પોતાના છૂટાછેડાની જાહેરાત બાદ સામંથા ખૂબ ચર્ચામાં આવી હતી. આ અહેવાલ બાદ તેમની રજાની અનેક તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. તો વાત કરીએ સામંથા રૂથ પ્રભુની નેટવર્થની તો મીડિયા રિપોર્ટસ મુજબ તેમની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે.