આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ રેલી અને યોગ શિબિરનું કરાયું આયોજન

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરમાં એક યોગ રેલી અને યોગ શિબિર યોજવામાં આવી હતી…. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય યોગ સેવક શીશપાલજીના નેજા હેઠળઅને પતંજલિ યોગ સમિતિદ્વારા જિલ્લામાં નવા યોગ વર્ગ શરૂ થયા છે.. જેમાં ગામડે ગામડે યોગ પહોંચે તેના માટે એક યોગ બાઇક રેલી અને યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં જન જન સુધી યોગનું મહત્વ પહોંચે અને કોરોનાકાળમાં જ્યારે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે તેવા સમયે યોગ એ માણસને રોગ મુક્ત કરે છે….જેની જાગૃતિ માટે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું…..જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા…જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં…

આ શિબિરમાં માનનીય મેયર બીનાબેન કોઠારી , જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા જિલ્લા પંચાયતના કર્મચારી મહામંડળના પ્રમુખ વજુભા જાડેજા , રણજિતનગરના પૂર્વ પ્રમુખ જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી નરેન્દ્ર ભાઈ ત્રિવેદી , હિન્દૂ ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઈ વ્યાસ , ભારતીય જનતા પાર્ટીના મૃગેશભાઈ દવેબ્રહ્મ વિકાસ પરિષદના નિલેશ ભાઈ આચાર્ય રણજિત જામનગર જિલ્લા કોચ તાલુકાના લીડર વિશાખા બેન શુકલ અને જિલ્લા કો-ઓડીનેટર પ્રીતિબેન શુકલ દ્વારા સંચાલન કરવામાં આવેલ હતું.આ પ્રોગ્રામમાં જામનગર અને દેવભૂમિ દ્વારિકાના લોક લાડીલા સાંસદ પૂનમબેન માડમ , જામનગર ઉતરના ધારસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા , જામનગર દક્ષિણના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ફળદુ અને જામનગરના ઉદ્યોગપતિ અને એચ જે લાલ ચેરીટેબલ ટ્રસ્ટના માનનીય જીતુભાઇ લાલના સહયોગથી કરવામાં આવેલ હતો…