Site icon Meraweb

વાહ જામનગરના જાડેજા: રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને આપ્યા 7 ઝટકા, ટીમ ઇન્ડિયાને મળ્યું 115 રનનું લક્ષ્ય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચોની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચનો આજે ત્રીજો દિવસ છે. દિલ્હી ટેસ્ટની ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. મેચમાં જાડેજાએ તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા 113 રનમાં જ ઓલ આઉટ થઈ ગયુ હતું. આ સાથે ભારત જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો છે.

બીજા દિવસે ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 262 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે કાંગારૂઓને એક રનની લીડ મળી હતી. ભારત તરફથી અક્ષર પટેલે 74 અને વિરાટ કોહલીએ 44 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતીય ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી હતી અને કાંગારૂ ટીમને મોટો સ્કોર કરવા દીધો ન હતો. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઈનિંગ 263 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 81 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ પીટર હેન્ડ્સકોમ્બે અણનમ 72 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી.

ભારત પ્લેઇંગ ઇલેવન 

રોહિત શર્મા (કે.), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

સિરાજ

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન.

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન