“તારીખ પે તારીખ ” પુરગ્રસ્ત વિસ્તારોમાં સહાય ન મળેલી મહિલાઓને તંત્રની વધુ કે તારીખ

જામનગર જિલ્લામાં ગત ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.જેમાં અનેક ગામો , લોકોનાં ઘરો અને શહેરી વિસ્તારોમાં ડેમના પાણી છોડવામાં આવતા શહેરી વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયાં હતાં અને લોકોની ઘર વખરી સહિતનો સામાન નાશ પામ્યો હતો. જામનગરમાં પુર આવ્યા બાદ લોકોની હાલત ખુબ જ દયનીય બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટાપાયે નુકશાન થયું હતું . પૂરના પાણી તો ઓશર્યા હતા પરંતુ લોકોની સમસ્યામાં વધારો થયો હતો.ત્યારબાદ એ સમયમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપથ લીધાની સાથે જ જામનગરની મુલાકાતે આવ્યા હતા. પરિસ્થિતિની સમીક્ષા કરીને સહાય પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.. પુર બાદ સહાય માટે લોકોએ અરજી કરી હતી અને સરકાર દ્વારા તમામ પૂરગ્રસ્ત લોકોને સહાય ચૂકવાઇ ગઈ હોવાનું સરકારી ચોપડે દર્શાવાઈ પણ ગયું હતું..પરંતુ હજુ ઘણા બધા લોકોને આ સહાય મળી નથી.જેના કારણે લોકો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે..

ચોમાસું ગયું બીજું ચોમાસું ચાર મહિના પછી આવી જશે પરંતુ હજુ જરૂરિયાતમંદ લોકો સુધી સહાય ન પહોંચતા આખરે વોર્ડ નંબર ૪ ના નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને સ્થાનિક મહિલાઓ સાથે મળી અને જામનગર શહેર પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો..નવાગામના સ્થાનિકોને સાથે રાખી કોર્પોરેટ રચનાબેન નંદાણીયાએ પ્રાંત અધિકારીની કચેરીમા દેખાવ કર્યો.આટલા લાંબા સમય થયો જોવા છતાં સહાય નથી મળી માટે સહાય ચુકવવાની ઉગ્ર માંગ સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.સ્થાનિકોને છ માસ સુધી સહાય ના મળતા અધિકારીને કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન પ્રાંત અઘિકારી આસ્થા ડાંગર દ્વારા રચનાબેનની રજૂઆત યોગ્ય હોવાનું ખુદે સ્વીકાર્યું હતું.અને તેમના દ્વારા લોકોની અરજી આગળ મોકલી દેવામાં આવી છે અને હવે આ બાબત તેમના હાથમાં ન હોવાનું કહી અને હાથ ઊંચા કરી લીધા હતા.આમ અમુક લોકોને પહેલો હપ્તો જમા થયો છે તો ઘણા બધા લોકો આ સહાયથી હજુ પણ વંચિત છે.૧૩ સપ્ટેમ્બરના રોજ કુદરતી અણધારી કુદરતી આફતે જે વિનાશ વેર્યો હતો તે વિનાશના પગલે હજુ પણ ઘણા લોકો બે પાંદડે થઈ શક્યા નથી. સરકારી સહાયની જાહેરાત તો કરવામાં આવે છે અને ચૂકવાઇ ગઈ હોવાના દાવાઓ પણ તંત્ર કરી રહ્યું છે તો પછી આ કચેરીએ ધક્કા ખાતા લોકો શા માટે ત્યાં પોતાના ઘરના કામ કામજ , તેમનો વ્યવસાય બગાડી અને ત્યાં તંત્રને વિનંતી કરવા આવે છે તે તરફ તંત્ર નજર કરે તેવી લોક માંગ ઉઠી છે..

થોડા થોડા દિવસે કચેરીએ જઈને રજૂઆત કરતી આ મહિલાઓ તેમનો હક્ક માંગી રહી છે કોઈની મહેરબાની તેમને નથી જોઇતી હોવાનું મહિલાઓ જણાવી રહી છે.જામનગર શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારો જેમકે નવાગામ ઘેડ , કાલાવડ નાકા બહારનો વિસ્તાર , લાલપુર રોડ અને ગાંધીનગર સોસાયટી સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી નવાગામ ધેડની ૪૦ ઉપરાંતની મહિલાઓને હજુ પણ સહાય મળી નથી.
આખરે અધિકારી દ્વારા ફરી એક વખત નવી તારીખ સાથે આશ્વાસન આપવામાં આવ્યું છે..એક અઠવાડિયામાં તેમને સહાય ચૂકવી દેવાનો વાયદો પ્રાંત અઘિકારી દ્વારા કરવામાં આવ્યો છે.પરંતુ હવે જોવાનું એ મહત્વનું રહેશે કે એક અઠવાડિયામાં તે જરૂરિયાતમંદ લોકોને સહાય મળે છે કે પછી ફરથી તારીખ ????