Site icon Meraweb

મહિલા ક્રિકેટ ટીમનું ગોલ્ડનું સ્વપ્ન રહ્યું અધૂરું! સિલ્વરથી સંતોષ માનવો પડશે

Women's cricket team's dream of gold remains incomplete! Satisfaction has to be believed with silver

ઈંગ્લેન્ડના બર્મિગહમમાં આયોજયેલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના ક્રિકેટ ઇવેંટમાં ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રવિવારે મેચ રમાયો હતો. જો કે એ મેચમાં 9 રનથી ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલ ઓસ્ટ્રેલીયાની ટીમને 161 રન પર 8 વિકેટ લઈને ઇનિંગ પૂરી કરી હતી. પણ તેની સામે 19.3 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે 43 બોલ પર 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. એ છતાં પણ ટીમ ઇન્ડિયાને જીત ન મળી. 

ભારતીય ટીમે બોલિંગમાં સારી શરૂઆત કરી હતી અને 9 રન પર જ પહેલી વિકેટ પણ મેળવી લીધી હતી પણ કેપ્ટન હરમનપ્રીતે 4 ઓવરમાં અલગ અલગ પ્રયોગો કર્યા હતા. એમને ચારેય ઓવર અલગ અલગ બોલર પાસે ફેંકાવી હતી.  અને એ વચ્ચે જ ઓસ્ટ્રેલીયાને રન બનાવવાનો મોકો મળી ગયો હતો. 

એ પછી રાધા યાદવે 7મી ઓવરમાં 3 રન આપ્યા હતા. સ્નેહ રાણાએ 8મી ઓવરમાં 8 રન આપ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 9મી ઓવરમાં 12 રન આપ્યા હતા અને હરમનપ્રીતે 10મી ઓવરમાં 17 રન આપ્યા હતા. એ પછી 11 મી ઓવરમાં ઓસ્ટ્રેલીયાની બીજી વિકેટ મળી હતી અને 12 મા ઓવરમાં દિપ્તી શર્માએ એક મોટી વિકેટ મેળવી હતી. એ પછી હરમનપ્રીતે ફરી એક વખત મોટી ભૂલ કરી હતી. તેને દિપ્તીનો સાચો ઉપયોગ નહતો કર્યું અને તેની ચાર ઓવર ત્રણ સ્પેલમાં જ પૂરી કરી નાખી હતી. એ સમયે ઓસ્ટ્રેલીયા પર વધતાં દબાવનો ફાયદો ઉઠાવતા કેપ્ટનને નહતો આવડ્યો. 

162 રનનો ટાર્ગેટ મેળવવા માટે ભારતીય ટીમ મેદાન પર ઉતરી એ સમયે 22 રન પર જ ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સ્મૃતિ અને શેફાલી જલ્દી જ પવેલીયન પરત ફરી હતી. એ પછી કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા એ સાથે મળીને 96 રનની મોટી ઇનિંગ રમી હતી. ભારતીય ટીમે 14 ઓવરમાં 2 વિકેટની નુકશાની સાથે 112 રન બનાવી નાખ્યા હતા. ત્યાંથી જીતવા માટે 36 બોલમાં 40 રનની જ જરૂર હતી. પણ એ બંનેની વિકેટ પડવા પર ભારતીય ટીમ પર દબાણ વધી ગયો હતો અને મેચ પૂરી રીતે પલટી ગઈ હતી.