ફરી મેઘરાજા ગુજરાતને ધમરોળશે? જાણો હવામાન વિભાગે શું આગાહી કરી

Will Meghraja shake Gujarat again? Know what the Meteorological Department has predicted

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ફરી એકવાર વધ્યું છે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું ખુબ જ પાણીદાર રહ્યું છે. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં લગભગ 98 ટકા વરસાદ તો પડી ગયો છે. ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદ પડશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા સહીત રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામી ગયો હતો. જોકે વડોદરામાં વાદળો વચ્ચે હળવા વરસાદી ઝાપટાઓ પડ્યા હતા.

Will Meghraja shake Gujarat again? Know what the Meteorological Department has predicted

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 98.13 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 41.63 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. અગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે તા. 24 ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.