RBIએ OLA પર 1.67 કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. જેમાં રિઝર્વ બેંકે કહ્યું કે, આ દંડ પ્રીપેડ પેમેન્ટ સિસ્ટમ અને નો યોર કસ્ટમર નિયમો સાથે સંબંધિત જોગવાઈઓનું પાનલ ન કરવા માટે ફટકારવામાં આવ્યો છે.ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસ એ એપ આધારિત કેબ સર્વિસ આપતી ઓલાની સહયોગી કંપની છે. જે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ઉપરાંત પર્સનલ લોન પણ ઉપલબ્ધ કરાવે છે.રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસ કેવાયસીને લઇને જાહેર કરેલા નિયમોનું પાલન નથી કરી રહી
કેન્દ્રીય બેંક અનુસાર, કંપનીને આ સંબંધમાં પહેલા એક નોટિસ પણ મોકલવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે સૂચનાઓનું પાલન ન કરવા બદલ તેને દંડ કેમ ન કરવો જોઈએ આ સાથે આરબીઆઇએ એ પણ કહ્યું કે, કંપનીના મળેલા જવાબ પર વિચાર કર્યા બાદ આ પરિણામ પર પહોંચ્યા હતા કે સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળતા જોવા મળી છે અને ઓલાને દંડ ફટકારવો જરૂરી છે. કેન્દ્રીય બેંક તરફથી જણાવવામાં આવ્યું કે, આ કાર્યવાહી નિયમનકારી પાલનમાં ખામીઓ માટે કરવામાં આવી છે. તેમજ તેનો ઉદેશ્ય ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસને પોતાના ગ્રાહકો સાથે કોઈપણ ટ્રાન્ઝેક્શનની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવતો નથી.