Site icon Meraweb

સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલી કારને પકડવા જતા PSIની ગાડીને ટ્રેલરે ટક્કર મારતા ,PSI જે. એમ. પઠાણનું દુઃખદ અવસાન..

સુરેન્દ્નનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ છે. ઘટનાની જાણ થતાં SMCના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા

અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને  બાતમી મળી હતી કે એક કારમાં દારૂ ભરીને દસાડા-પાટડી રોડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે રોડ બ્લોક કરીને કારને આંતરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે સમયે પાટડી તરફથી ક્રેટા કાર  અને ટ્રેલર રોકાયું નહોતું, બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા. 

ટ્રેલર અને SMCની કાર વચ્ચે થઈ ટક્કર

SMC ટીમની કારે ફિલ્મી ઢબે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ ભરેલી કારને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. આ વચ્ચે દારૂ ભરેલી કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી.

દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. તો બીજી તરફ અન્ય બે પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે  દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ આદરી છે. .