વોટ્સએપ ઘણા સ્માર્ટ ફોન પર કામ નહીં કરે. આ વર્ષે તેનો સપોર્ટ ઘણી ડિવાઈસ માટે બંધ કરી દેવાશે. એક રિપોર્ટ મુજબ, વોટ્સએપનો સપોર્ટ જૂની ડિવાઈસ માટે 24 ઓક્ટોબરથી બંધ કરી દેવાશે. જો તમારી પાસે પણ આ ડિવાઈસ છે તો તેને તાત્કાલિક લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર અપડેટ કરી લેવાની જરૂર છે. મહત્વનું છે કે વોટ્સએપ સમય પ્રમાણે જૂની ડિવાઈસ પર તેને બંધ કરતુ રહે છે. હવે એક વખત ફરીથી વોટ્સએપનો સપોર્ટ જૂની ડિવાઈસ પર બંધ કરવામાં આવી શકે છે.
મેટાનુ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ જૂના આઈફોન પર કામ નહીં કરે. આ iOS 10 અને iOS 11 વર્ઝન પર કામ કરતા આઈફોન પર 24 ઓક્ટોબર 2022થી કામ નહીં કરે. એટલેકે આઈફોન જે iOS 12 અથવા તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ નથી કરતુ તેની પર વોટ્સએપ કામ નહીં કરે. iPhone 5 અને iPhone 5c ને લેટેસ્ટ સૉફ્ટવેર વર્જન પર અપડેટ કરી શકાતુ નથી. જેના કારણે વોટ્સએપ આ ડિવાઈસ પર કામ નહીં કરે. જેને લઇને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfo એ રિપોર્ટ કર્યો છે.