સૂર્યગ્રહણ/ સૂર્યગ્રહણના દિવસે આજે શું કરવું, શું ન કરવુઃ ગ્રહણ સમયે આ બાબતોનું રાખજો ખાસ ધ્યાનઃ આ છે નિયમો

આજે એટલે કે 25 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં આંશિક રીતે દેખાશે. આ સૂર્યગ્રહણ 4 કલાક 3 મિનિટનું હશે. સૂર્યગ્રહણ બપોરે 02.29 કલાકે થશે અને સાંજે 06.32 કલાકે સમાપ્ત થશે. જયારે ભારતમાં, તે સાંજે 04:22 વાગ્યે શરૂ થશે. આ ગ્રહણનો મોક્ષ ભારતમાં જોવા નહીં મળે કારણ કે સૂર્યગ્રહણ સમાપ્ત થતા પહેલા સૂર્યાસ્ત થઈ જશે.

સામાન્ય રીતે સુતક સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. ભારતમાં, સૂર્યગ્રહણ સાંજે 04:22 થી શરૂ થશે. આવી સ્થિતિમાં સૂતક વહેલી સવારે 04:22 થી લાગુ થઈ ગયું છે. સુતકકાળ દરમિયાન અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમ કે સૂર્યગ્રહણ દરમિયાન ખાવું કે નહીં, સગર્ભા સ્ત્રીએ ગ્રહણ જોવું કે નહીં વગેરે. આવી સ્થિતિમાં, અમે અહીં આવા જ કેટલાક સવાલોના જવાબ અને ગ્રહણના શાસ્ત્રોક્ત નિયમો જણાવવા પ્રયાસ કર્યો છે.સૂર્યગ્રહણના કેટલા કલાક પહેલા સુતક લાગે છે ?સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સુતક લગાવવાનો નિયમ છે. સુતક કાળની શરૂઆત સાથે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સગર્ભા સ્ત્રીઓએ પણ આ દિવસે વિશેષ સાવચેતી રાખવી જોઈએ.ભારતમાં સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે?સૂર્યગ્રહણની તારીખ: 25 ઓક્ટોબર 2022સૂર્યગ્રહણનો સમય (ભારતીય સમય મુજબ): 16:22 થી 17:42સૂર્યગ્રહણનો સમયગાળો: 1 કલાક 19 મિનિટસૂર્ય ગ્રહણ સુતક સમયભારતમાં આ સૂર્યગ્રહણ સાંજે 04:22 થી શરૂ થશે. સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સુતક લગાવવાનો નિયમ છે. ભારતમાં સૂર્યગ્રહણ સાંજે 04:22 થી શરૂ થશે, તેથી સુતકના નિયમો સવારે 04:22 થી લાગુ થશે.સુતક પહેલા ખાવા-પીવામાં તુલસીના પાન મુકોસુતક સૂર્યગ્રહણના લગભગ 12 કલાક પહેલા શરૂ થાય છે. સુતકની શરૂઆતથી લઈને ગ્રહણના અંત સુધીનો સમય શુભ માનવામાં આવતો નથી. તેથી, આ સમય દરમિયાન પૂજા વગેરે કરવાની અને કંઈપણ ખાવા-પીવાની મનાઈ છે. સુતક લગાવતાની સાથે જ મંદિરોના દરવાજા પણ બંધ થઈ જાય છે. આ સિવાય સૂતકની શરૂઆત પહેલા જ ખાવા-પીવામાં તુલસીના પાન નાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વસ્તુમાં તુલસીનું પાન પડે છે. એ વસ્તુ અશુદ્ધ નથી. ગ્રહણનો સમયગાળો પૂરો થયા પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

એટલા માટે ખાવાની વસ્તુઓમાં તુલસીના પાન નાખો.

વૈજ્ઞાનિક રીતે એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં રહેલા કિરણો નકારાત્મક અસર છોડે છે. આવા સમયે જો ખાદ્યપદાર્થો ખુલ્લી રાખવામાં આવે અથવા આ દરમિયાન કોઈ વસ્તુ ખાવા-પીવામાં આવે તો આ કિરણોની નકારાત્મક અસર તે વસ્તુ સુધી પહોંચે છે. તેની નકારાત્મક અસર આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તુલસીના પાનમાં પારા તત્વ હોય છે. પારામાં કોઈપણ પ્રકારના કિરણોની અસર નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયે આકાશ અને બ્રહ્માંડમાંથી આવતી નકારાત્મક ઉર્જા તુલસીની નજીક આવતા જ નિષ્ક્રિય થઈ જાય છે.

અન્ય શું કાળજી રાખવી જોઈએ?

સુતકના સમયગાળા દરમિયાન રસોઈ બનાવવી જોઈયે નહિ. અને જમવું પણ ના જોઈએ. જો કે, આવા નિયમો બીમાર, વૃદ્ધ અને સગર્ભા સ્ત્રીઓ માટે લાગુ પડતા નથી.જો ભોજન પહેલેથી જ તૈયાર હોય તો તુલસીના પાનને તોડીને તેમાં નાખો. દૂધમાં તુલસીના પાન અને તેમાંથી બનેલી વસ્તુઓ, પાણી પણ ઉમેરો. તુલસીના પાનને કારણે દૂષિત વાતાવરણની ખાદ્ય વસ્તુઓ પર અસર થતી નથી.સગર્ભા સ્ત્રીઓએ સુતક સાથે વિશેષ કાળજી લેવી જોઈએ. સુતકના સમયથી ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું અને પેટના ભાગ પર ગેરુ માટીનો લેપ કરવો જોઈએ.સગર્ભા સ્ત્રીઓએ સુતક કાળથી લઈને ગ્રહણનો સમય પૂરો ન થાય ત્યાં સુધી કોઈપણ તીક્ષ્ણ અણીવાળી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.સુતક કાળમાં ઘરના મંદિરમાં પણ પૂજા પાઠ ન કરવા. માનસિક જાપ કરવા ફળદાયી રહેશે.