પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચલાવશે

Western Railway will run Janmashtami special train between Ahmedabad and Okha

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવાર માટે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ

Western Railway will run Janmashtami special train between Ahmedabad and Okha

ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ તારીખ 13, 17 અને 18 ઓગસ્ટ 2022 ના રોજ અમદાવાદ થી સાંજે 19.30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 04.00 કલાકે ઓખા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14, 20 અને 21 ઓગસ્ટ 2022 ના રોજ ઓખા થી રાત્રે 23.45 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ચાંદલોડીયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09435/36 નું બુકિંગ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ છે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.