ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ઘણી ટુર કરી છે અને ઘણા નવા કેપ્ટનની કેપ્ટનશિપમાં ઘણા મેચ રમ્યા છે પણ પહેલા ક્યારેય આવો કમાલ કરીને નથી બતાવ્યો જેવો શિખર ધવને કરી બતાવ્યો છે. ભારતીય ક્રિકેટ ના ‘ગબ્બર’ એ શોલે ફિલ્મના ગબ્બર તરીકે વેસ્ટ ઈન્ડિઝને લૂંટી લીધી છે. વનડે સિરીજમાં વેસ્ટ ઈન્ડિઝના જ ઘરે તેના સુંપડા સાફ કરી દીધા છે. એવું પહેલી વખત બન્યું છે કે કોઈ ભારતીય કપ્તાને વેસ્ટ ઈન્ડિઝનું ક્લીન સ્વીપ તેના જ ઘરમાં વનડે રમતા રમતા કર્યું હોય
વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ટીમઈન્ડિયા દ્વારા રચવામાં આવેલ ઇતિહાસના તો ઘણા કારણો છે પણ ખાસ 5 કારણો પર ધ્યાન આપવું જરૂરી છે. જેને કારણે કેપ્ટન શિખર ધવનનું કામ સહેલું થઈ ગયું અને સિરીજ 3-0 થી ભારતના નામે થઈ ગઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝ પહેલા પાવર પ્લેમાં વિકેટ લેવામાં નાકામ રહી હતી. આવું ખાલી ત્રીજા વનડેમાં નહીં પણ વનડે સિરિજની બધી મેચમાં જોવા મળ્યું હતું, વેસ્ટ ઈન્ડિઝના બોલરે પહેલા વનડેના પાવર પ્લેમાં 73 રન આપ્યા હતા અને કોઈ વિકેટ નહતી લીધી, એમજ બીજા વનડેમાં 42 રન અને ત્રીજા વનડેમાં 45 રન આપ્યા હતા. આ વાતનો ફાયદો ટીમ ઇન્ડિયાને મળ્યો હતો.
કહેવાય છે કે પહેલો હમલો હંમેશા જોરદાર જ કરવો જોઈએ અને ભારત માટે આ કામ શિખર ધવન અને શુભમન ગિલે ખૂબ સારું કર્યું હતું. ફક્ત બીજા વનડેને છોડી દઈએ તો સિરીજના પહેલા અને ત્રીજા વનડેમાં બંનેએ શાનદાર પ્રદશન કર્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિજ સામે શુભમન ગિલની રમત પાસે લોકોને ઘણી આશા હતી અને શુભમન ગિલ એ આશા પર ખરો ઉતર્યો. 3 મેચની વનડે સિરિજમાં 2 અર્ધશતક સાથ એમને 205 રન્ બનાવ્યા છે. ત્રીજા વનડેમાં એમને 98 રનની નાબાદ ઇનિંગ રમવામાં આવી હતી, એમને પ્લેયર ઓફ ધ મેચ પણ બનાવવામાં આવ્યા હતા.
શિખર ધવને ટીમને ફ્રન્ટથી લીડ કરી તેનું પરિણામ છે વનડેમાં ક્લીન સ્વીપ. એમને તેમના દરેક ખેલાડીને સાંભળ્યા હતા અને એમના પર ભરોસો કર્યો હતો સાથે જ સાચી રીતે રમતમાં એમનો ઉપયોગ પણ કર્યો હતો. એમને ત્રણ મેચમાં કુલ 156 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને હાર અપાવવામાં આ ખેલાડીઓનો મોટો રોલ રહ્યો છે. અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર આ બંને ખેલાડીઓ ભારત માટે ઘણા સારા સાબિત થાય હતા. આ સિવાય યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓએ પણ ઘણી સારી રમત રમી હતી.