Site icon Meraweb

જામનગર શહેરના આ તમામ વિસ્તારોમાં આજે પાણી વિતરણ નહીં થાય

Water will not be distributed in all these areas of Jamnagar city today

જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યુ છે કે, શંકર ટેકરીથી શહેર તરફ જતી પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં માલુભાના ચોકમાં તથા જુની જેલ રોડ પર જોડાણ કામને લગત કામગીરી થતી હોય આજે બુધવારે શંકરટેકરી બી ઝોનમાં પાણી વિતરણ થઇ શકશે નહીં એટલે કે, દિગ્વીજય પ્લોટ શેરી નં. 54 થી 64 નો વિસ્તાર, કાના નગર, દિગ્વીજય પ્લોટ 1 થી 17 નો વિસ્તાર, ગગન પાન, ઇદ મસ્જીદ, વજીર પરા, માલુભાનો ચોક, દિગ્વીજય પ્લોટ 41 થી 53 નો વિસ્તાર, નહેરૂ નગર 1 થી 11 નો વિસ્તાર, ઓશવાળ હોસ્પિટલ સામેનો દિગ્વીજય પ્લોટનો સંપૂર્ણ વિસ્તાર, વલ્લભનગર, ક્રિષ્ના કોલોની શેરી નં. 1 થી 6, કેળાની વખાર, દિગ્વીજય પ્લોટ 58, વિશ્રામ વાડી, હિંગળાજ ચોક.

રાણી મંઝીલ, સુરેશભાઇ આલરીયાના ઘરવાળો વિસ્તાર, ભરવાડ પાળો, સુભાષ પાર્ક, જેલ વિસ્તાર, લંઘાવાડનો ઢાળીયો, ગણેશવાસ, સિદ્ધાર્થ કોલોની શેરી નં. 1 થી 24, રઝાનગર, પંચશીલનગર, રામનગર, જાહેર જાંજરૂવાળો વિસ્તાર, પૂર્વ કોર્પોરેટર મરીયમબેનનો વિસ્તાર, ચારણવાસ, ગોળના ગોડાઉનનો વિસ્તાર, હનુમાન ટેકરી, કામરીવાસ, મામાસાહેબના મંદિરવાળો વિસ્તાર, બાળકોનું સ્મશાન વાળો વિસ્તાર, દિ.પ્લોટ 1 થી 40 નો વિસ્તાર, કુભાંરવાડો, આર્યસમાજ રોડ, મીણાદાતાર, લીમડા લાઇન, ગુરૂદ્વારા, લાલ બંગલો, ટાઉન હોલ વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ત્યારબાદ 12મી તારીખે આવતીકાલે પહેલા ઝોન-બીના આ બધા વિસ્તારોમાં અને ત્યારબાદ ઝોન-એ માં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.