આ વખતે પણ “કોફી વિથ કરણ”માં બોલિવૂડની બે બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન અને જાહ્નવી કપૂર જોવા મળશે.બીજા એપિસોડનો પ્રોમો બહાર આવ્યા પછી તે ઘણો ચર્ચામાં રહ્યો છે.આ પ્રોમોમાં કરણ જોહર સારા અલી ખાનને એક છોકરાનું નામ પૂછે છે કે જેને તે હાલ ડેટ કરવા માંગે છે. પરંતુ પહેલા સારા જવાબ આપવાની ના પડે છે ત્યાર પછી તે વિજય દેવરકોંડાનું નામ લે છે. સારા જ્યારે વિજયનું નામ લે છે તો જાહ્નવી હસવા લાગે છે. અને તે પછી કરણ પૂછે છે કે તું અવારનવાર વિજય સાથે સ્પોર્ટ થાય છે. ત્યાર બાદ સારાએ જાહ્નવીને પૂછ્યું હતું કે શું તે વિજયને લાઈક કરે છે?
જેમાં વિજય દેવરકોંડાનું રીએક્શન આપ્યું છે. વિજય દેવરકોંડા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોફી વિથ કરણનો એ પ્રોમો શેર કરતાની સાથે જ સારા અલી ખાનને જવાબ આપતા કહ્યું કે ‘ આઈ લવ, જે અંદાજમાં સારા અલી ખાને કહ્યું. બોવ જ ક્યૂટ લાગ્યું.’તેમજ આ પોસ્ટમાં વિજય દેવરકોંડા એ જાહ્નવી કપૂરને પણ ટેગ કરી છે.માનવામાં આવે છે કે સારા અને વિજય દેવરકોંડાની કેમિસ્ટ્રી લોકો જોઈ શકે છે. કરણ જોહરે આ પહેલાંની સિજનમાં પણ સારાને આ સવાલ પૂછ્યો હતો ત્યારે તેને કાર્તિક આર્યનનું નામ લીધું હતું અને હાલ જ એક રિપોર્ટમાં કાર્તિક અને આર્યન એક બીજાને ડેટ કરતાં હતા એવો ખુલાસો થયો હતો.