Site icon Meraweb

ફિલ્મ “લાઈગર”ની નિષ્ફળતાથી વિજય દેવરાકોંડા નાખુસ! થિયેટરમાં એક્ટરની આંખોમાં આવ્યા આંસુ

Vijay Devarakonda upset by the failure of the film "Liger"! Tears came to the actor's eyes in the theater

તાજેતરમાં સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની ફિલ્મ લાઈગર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફેમસ ફિલ્મમેકર કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી લાઈગરથી લોકોને ઘણી અપેક્ષા હતી, પરંતુ આ ફિલ્મ પબ્લિક ડિમાન્ડ પર હિટ સાબિત ન થઈ. જેના કારણે વિજય દેવરાકોંડા ઘણો નારાજ છે. આ દરમિયાન ફિલ્મની નિષ્ફળતાને જોતા વિજયનું રિએક્શન સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ લાઈગરનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું હતું, ત્યારે એવું લાગ્યું કે વિજય દેવરાકોંડાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના બધા રેકોર્ડ તોડી નાખશે, પરંતુ હકીકતમાં આવું ન થયું અને પરિણામ એ આવ્યું કે ફિલ્મ લાઈગરને સિનેમાઘરોમાં જોવા માટે દર્શકો પહોંચી નથી રહ્યા, જેના કારણે ફિલ્મના શો કેન્સલ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ટ્રેક ટોલિવૂડના સમાચાર પ્રમાણે, વિજય દેવરાકોંડા હાલમાં પોતાની ફિલ્મ લાઈગરને જોવા માટે હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં પહોંચ્યો હતો, પરંતુ જ્યારે વિજયે જોયું તો આ સિનેમાઘરમાં લોકોની સંખ્યા ઘણી ઓછી હતી આ જોઈ તે ઘણો નિરાશ થઈ ગયો છે. ફિલ્મનું આવી હાલત જોઈ વિજય દેવરાકોંડાની આંખોમાં આસુ આવી ગયા.

25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ લાઈગર બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ નથી કરી શકી. ફિલ્મે ઓપનિંગ ડે પર હિન્દી વર્ઝનમાં 5 કરોડથી વધારે કમાણી કરી હતી પરંતુ તેના પછી કમાણીના આ ગ્રાફમાં સતત ઘટાડો આવી રહ્યો છે, જેના કારણે ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ પર લગભગ દોઢ કરોડનો બિઝનેસ કર્યો. આવી સ્થિતિમાં એ કહેવું ખોટું નથી કે વિજય દેવરાકોંડાની લાઈગરને લોકોએ નકારી દીધી છે. આ ફિલ્મમાં વિજય સિવાય એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન, અનન્યા પાંડે અને રોનિત રોય મુખ્ય રોલમાં છે.