આજે જ વોટ્સેએપ કરો અપડેટ! બહુ સમયથી રાહ જોવાતું ફીચર આવી ગયું

Update WhatsApp today! The long awaited feature has arrived

ચેટિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દુનિયાના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે. વોટ્સએપ પોતાના યૂઝર્સને ઘણા આકર્ષક ફીચર્સ આપે છે, જેની મદદથી તેમના માટે ચેટિંગ અને વોઇસ અને વીડિયો કોલ કરવાનું ખૂબ જ સરળ બની જાય છે. ઘણા સમયથી યૂઝર્સ એક ખાસ ફીચરની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ ફીચરને વોટ્સએપે યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે. WhatsApp Delete for Everyone ઓપ્શન આ નવા અપડેટમાં શું છે અને કેવી રીતે કામ કરે છે, આવો જાણીએ.

Update WhatsApp today! The long awaited feature has arrived

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વોટ્સએપ લાંબા સમયથી પોતાની ડિલીટ ફોર એવરીવન ટાઈમ લિમિટની ટાઈમ વધારવા પર કામ કરી રહ્યું હતું અને હવે આખરે આ ફીચર રિલીઝ થઈ ગયું છે. આ અપડેટ વિશે જાણીને યૂઝર્સ ખૂબ ખુશ થયા છે.

Update WhatsApp today! The long awaited feature has arrived

આ નવા ફીચર હેઠળ જો તમે વોટ્સએપ મેસેજ મોકલ્યાના બે દિવસ બાદ પણ ‘ડિલીટ ફોર એવરીવન’ કરવા માંગો છો તો તે કરી શકાય છે. વોટ્સએપના ડિલીટ ફોર એવરીવન ઓપ્શનની સમય મર્યાદા સત્તાવાર રીતે વધારીને બે દિવસ અને 12 કલાક કરવામાં આવી છે. એટલે કે મેસેજ મોકલ્યાના બે દિવસ બાદ પણ તમે તેને બીજા માટે ડિલીટ કરી શકશો. આ નવું ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે રિલીઝ કરવામાં આવ્યું છે અને તેથી તમે તમારા ફોનમાં વોટ્સએપની એપ્લિકેશન અપડેટ કરીને આ સુવિધાનો લાભ લઈ શકો છો.