UPના રાજ્યપાલ આનંદીબેન પટેલે PM મોદી સાથે કરી મુલાકાત

UP Governor Anandiben Patel met PM Modi

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આગમનને લઇને રાજ્યમાં તૈયારીઑનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ચૂંટણીલક્ષી કામગીરીના ધમધમાટ વચ્ચે રાજનીતિને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે દિલ્લીના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી.

The Prime Minister, Shri Narendra Modi chairing a high level meeting on drought and water scarcity with the Chief Minister of Gujarat, Smt. Anandiben Patel, in New Delhi on May 16, 2016.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તેજ ગતિવિધિઑ વચ્ચે આ અગાઉ ગત તા. 1 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે દિલ્હીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાતના અનેક સાંસદોને મળ્યા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

દિલ્હી મુલાકાત દરમિયાન આ અવસરે આનંદીબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આનંદીબેન પટેલની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. સામાન્ય રીતે આનંદીબેન પટેલ દિલ્હી ઓછા જતાં હોય છે પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આનંદીબેન પટેલની ટૂંકા ગાળામાં બે વખત દિલ્હીની મુલાકાત ચર્ચામાં રહી છે.